ઘણીબધી બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે કેળા, અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો, જાણો અને શેર કરો
સ્વાસ્થ્યની નજરે કેળા શરીર માટે અનેક રીતે લાભદાયી છે. કેળામાં ઘણા પ્રકારના પોષકતત્વો અને વિટામિન રહેલા છે જે આપણને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. કેળામાં રહેલા કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઘણા વિટામિન તમને બીમારીઓના જોખમ સામે રક્ષણ આપે છે. આ ફળ તમારા હ્યદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારક છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 100 ગ્રામ કેળા ખાવાથી કેલેરી (89), પાણી (75 ટકા), પ્રોટીન (1.1 ગ્રામ), કાર્બ્સ (22.8 ગ્રામ), શુગર (12.2 ગ્રામ), ફાઇબર (2.6 ગ્રામ) અને ફેટ (0.3 ગ્રામ) મળે છે. ઘણા અભ્યાસોમાં રોજ કેળા ખાવાથી સ્વાસ્થ્યને થતા અનેક ફાયદાઓ વિશે દાવાઓ કરવામાં આવ્યા છે. તો આવો જાણીએ કઈ બીમારીઓથી કેળા આપે રક્ષણ.
વજન ઘટાડવામાં મદદરૂપ
કેળામાં ફાઇબરનું પ્રમાણ સૌથી વધુ હોય છે. કેળું ખાવાથી તમારું પેટ ભરેલું રહે છે અને તમારું મેટાબોલિઝમ પણ મજબૂત બને છે. કેળા ખાવાથી વજન વધારવાની સિવાય ઘટાડી પણ શકા છે. કારણ કે કેળા ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં. સાથે જ તમારી શુગર ક્રેવિંગ્સ પણ ખતમ કરી દેશે. કેળામાં પ્રચૂર માત્રા રહેલ પોટેશિમયમ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ બને છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓ ક્યાં ફળો ખાવા તેને લઇને મોટાભાગે અસમંજસમાં રહે છે. કેળા સ્વાદમાં મીઠા હોવાથી મોટા ભાગના લોકો તેનાથી દૂરી બનાવે છે. પરંતુ અમેરિકન ડાયાબિટીસ એસોશિએશન અનુસાર, ડાયાબિટીસના દર્દીઓ માટે કેળા ખાવા ફાયદાકારક છે કારણ કે તેમાં ફાઇબર રહેલું છે. ફાઇબરનું સેવન બ્લડ શુગર સ્તરને ઘટાડે છે. આ સિવાય વર્ષ 2018ના અભ્યાસના આધારે લેખકોએ તારણ કાઢ્યું કે, વધુ ફાઇબરવાળા ખોરાકથી ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો ઘટે છે.
પાચનક્રિયા બનાવશે મજબૂત
કેળામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોવાથી પાચનક્રિયા સ્વસ્થ અને મજબૂત રહે છે. જો તમે કોઇ પેટની સમસ્યાથી પરેશાન છો તો તમે ડાયટમાં કેળાને જરૂર સામેલ કરો. તેના સેવનથી તમારું પાચનતંત્ર એકદમ સ્વસ્થ રહેશે. વર્ષ 2021ના એક અભ્યાસ અનુસાર વધુ ફાઇબરવાળા આહાર ઇરિટેબલ બાઉલ સિંડ્રોમવાળા લોકોમાં સોજો, ગેસ અને પેટની સમસ્યાઓ ઘટાડવામાં ફાયદાકારક છે.
હ્યદય માટે છે શ્રેષ્ઠ ફળ
સંશોધકોનું કહેવું છે કે, હ્યદયની કોઇ પણ પ્રકારની બિમારીથી પીડિત લોકોએ કેળાનું સેવન કરવું જોઇએ. કેળામાં વિટામિન-સી, ફાઇબર, પોટેશિયમ, ફોલેટ અને એન્ટિ ઓક્સીડેન્ટ હોય છે. જે હ્યદયના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે મદદરૂપ બને છે. વર્ષ 2017ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે, જે લોકો ઉચ્ચ ફાઇબરવાળા ખોરાકનું સેવન કરે છે, તેમના હ્યદયને જોખમ ઓછું હોય છે. તે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
બીપી રાખે છે કંટ્રોલમાં
જો તમે હાઇ બીપીની સમસ્યા છે તો તમે કેળાનું સેવન કરીને તેમાંથી મુક્તિ મેળવી શકો છો. કેળામાં આયરનની માત્રા ખૂબ વધુ પ્રમાણમાં હોય છે, તેથી રોજ એક કેળાનું સેવન કરવાથી એનીમિયાનું જોખમ ન બરાબર થઇ જાય છે.
અસ્થમાના દર્દીઓ માટે
વર્ષ 2017માં એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, કેળા ખાવાથી અસ્થમાથી પીડિત બાળકોમાં ગભરાહટને રોકી શકાય છે. તેનું કારણ કેળામાં રહેલા એન્ટિ ઓક્સિડેન્ટ્સ અને પોટેશિયમ હોઇ શકે છે. જોકે આ તારણોની પુષ્ટિ માટે વધુ શોધની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..