કેળાના ફૂલ ડાયાબીટીસ, પાચન અને પીરિયડ્સમાં આપે છે રાહત, જાણો અને શેર કરો
કેળાના ઝાડના (banana tree use) લગભગ દરેક ભાગનો ઉપયોગ એક યા બીજી રીતે કરી શકાય છે. ફૂલો (Flower) અને ફળો ખાઈ શકાય છે, પાંદડાનો પ્લેટ તરીકે ઉપયોગ કરી શકાય છે અને છાલનો ઉપયોગ કાગળ બનાવવા માટે થઈ શકે છે. કેળા (Banana)ના ફૂલોમાં ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન ઈ હોય છે. આ સુંદર ફૂલોને કાચા કે રાંધીને ખાઈ શકાય છે અને તેનો ઉપયોગ સલાડ, સૂપ, સ્ટિર-ફ્રાઇસ અને હર્બલ તરીકે પણ કરી શકાય છે.
1. ડાયાબિટીસમાં ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓ કેળાના ફૂલને ઉકાળીને સેવન કરે તો શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર ઓછું થઈ જશે. તમે કેળાના ફૂલોને શાકભાજી અથવા સૂપ તરીકે પણ ખાઈ શકો છો. આયુર્વેદમાં વર્ષોથી અનેક જીવલેણ રોગોનો ઈલાજ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ હેર કેર, સ્કિન કેર પ્રોડક્ટ્સમાં પણ થાય છે.
2. અલ્ઝાઇમર્સ, પાર્કિન્સન્સ, કેન્સર જેવા રોગથી દૂર રાખે છે
કેળાના ફૂલોમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. જે અલ્ઝાઇમર્સ, પાર્કિન્સન્સ, કેન્સર સહિતના ઘણા રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. આ ફૂલ વૃદ્ધ થવાની પ્રક્રિયા પણ ધીમી કરે છે. જો તમે આ સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તમારા આહારમાં કેળાના ફૂલોનો સમાવેશ કરો.
3. પિરિયડ્સમાં વધુ પડતો રક્તસ્ત્રાવ રોકે છે
કેળાના ફૂલોનું સેવન કરવાથી પ્રોજેસ્ટેરોન વધુ બને છે. જેના કારણે આ ફૂલ વધુ પડતા રક્તસ્ત્રાવને રોકે છે. કેળાના ફૂલને પાણીમાં થોડું મીઠું નાંખીને ઉકાળવામાં આવે અને ઠંડુ થયા બાદ જીરું નાંખીને પીવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે. આ ફૂલને દહીં અને મીઠા સાથે પીવામાં આવે તો પણ સ્વાસ્થ્યને લાભ થાય છે.
4. પાચનને બરાબર રાખે
કેળાના ફૂલોમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાયબરનું ભરપૂર પ્રમાણ હોય છે. દ્રાવ્ય ફાઇબર ખોરાકને પાચન તંત્રમાંથી સરળતાથી પસાર થવા દે છે. જ્યારે અદ્રાવ્ય ફાઇબરના કારણે પાચન અને ખોરાકનું શોષણ સરળતાથી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..