આખા બાજરાની તીખી તમતમતી ખીચડી બનાવો, સ્વાદ એવો કે ફરી ફરી ખાશો, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની ઠંડી સામે લડવા માટે આપણા સૌના ઘરમાં વસાણાઓ બનવા લાગે છે. તો સાથે સાથે અવનવા શૂપ શિયાળુ શાકભાજી આવતા જ સ્વાદ પ્રિય લોકો જમવાનુ આરોગી રહ્યા છે. આ તમામ વચ્ચે જ આજે આપના માટે ખાસ લઈને આવ્યા છીએ શિયાળાની ઠંડી ભગાડી દે અને નાનાથી લઇને મોટાઓ ખાઈ શકે તેવી ગરમા ગરમ બાજરાની ખીચડી.

તીખી તમતમતી ખીચડી બનાવવા જોશે આટલી સામગ્રી

  • આખો બાજરો એક કપ,
  • મગની દાળ અડધો કપ,
  • જીણા સમારેલ ટમેટા.
  • ડૂંગળી બારીક સમારેલી,
  • લીલું લસણ એક કપ,
  • આદુ-મરચાની પેસ્ટ એક ચમચી,
  • મીઠો લીમડો,
  • બટેટા, ગાજર કેપ્શીકમ એક કપ,
  • લીલા વટાણા એક કપ,
  • લીલી તુવેર એક કપ,
  • કાશ્મીરી મરચુ એક ચમચી,
  • તમાલ પત્ર, સુકુ લાલ મરચુ વઘાર માટે

તીખી તમતમતી ખીચડી બનાવવાની પદ્ધતિ

સૌ પ્રથમ બાજરીને ગરમ પાણીમાં પલાળી દો, તમામ શાકને સમારીને રેડી કરી દો. હવે કુકરમાં એક ચમચી તેલ એક ચમચી ઘી મુકી વધાર મુકો, સૌ પ્રથમ આદુ-મરચાની પેસ્ટ નાંખો, તમાલ પત્ર, સુકુ લાલ મરચુ નાંખો, લીલુ લસણ અને ડૂંગળી સાંતળો. થોડી વાર પછી બીજા શાક નાંખો. પછી બાજરી અને દાળ નાંખીને કુકરમાં ત્રણ વ્હીસલ થાય ત્યાં સુધી પકાવો. આ ખીચડીને તમે ગરમાગરમ ખાશો તો ખુબ જ મજા આવશે. જો તમારે વધારે સ્વાદ જોય તો તમે કઢી બનાવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો