JEE-મેઇનમાં ફિઝિક્સમાં 100માંથી 100 ગુણ મેળવી ભાવનગરનો આયુષ ભુત સમગ્ર દેશમાં પ્રથમ, દેશ સેવા કરવાનું છે સ્વપ્ન, ઇસરો અથવા ભાભા ઈન્સ્ટિટ્યૂટમાં કાર્ય કરવાની ઇચ્છા

દેશમાં અલગ-અલગ IITsમાં એડમિશન માટે લેવામાં આવતી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE Mainની ત્રીજા ફેઝનું રિઝલ્ટ જાહેર કર્યું છે. જેમાં ભાવનગરની વિદ્યાધિશ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા આયુષ ભુતે ફિઝિક્સ વિષયમાંમાં 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ફિઝિક્સ વિષયમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવી મેળવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આજે તેણે એક વાતચીતમાં જણાવ્યું હતુ કે આ કસોટીમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિ માટે સર્વપ્રથમ મારા માતા-પિતા અને શિક્ષકોનો આભાર માનું છું 11 સાયન્સમાં પ્રવેશ સમયે સારું પરિણામની આશા રાખતો હતો પરંતુ ફિઝિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ ટોપ કરીશ તેની કલ્પના નહતી! પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ સુધી પહોંચાડવા માટે મને વિદ્યાધીશ સ્કૂલનાં શિક્ષકો દ્વારા અવિરત પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહ્યું છે. ભાવનગર જેવા શહેરમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ટોપ કરી શકાય તેવો દાખલો બેસાડ્યો તે બદલ તેણે ખુશી વ્યક્ત કરી હતી.

હવે મારે JEE એડવાન્સમાં સફળતા મેળવી એરોનોટિકલ એન્જિનિયર બની ISRO/DRDO કે હોમીભાભા જેવી સંસ્થામાં કાર્ય કરી દેશની સેવા કરવાનું મારું સ્વપ્ન છે જે મારી સ્કૂલ વિદ્યાધિશના લીધે પૂર્ણ થશે તેમ પણ જણાવ્યું હતુ.

4 વિદ્યાર્થીઓને 99થી વધુ પર્સન્ટાઇલ
વિદ્યાધિશ વિદ્યાસંકુલના 4 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઇલથી વધુ મેળવ્યા છે. જ્યારે 27 વિદ્યાર્થીઓએ 90થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે. 99.69 પર્સન્ટાઇલ મેળવી માલવી હસનઅલીએ સમગ્ર શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો