આયુર્વેદની આ 5 જબરદસ્ત ટિપ્સ ફોલો કરશો તો જીવનભર પેટ અને પાચનતંત્રના રોગ નહીં થાય, જાણો અને શેર કરો
હેલ્ધી અને પૌષ્ટિક બ્રેકફાસ્ટ તન અને મન બંને માટે બેસ્ટ છે. ડાયટિશિયન અને હેલ્થ એક્સપર્ટ બ્રેકફાસ્ટને દિવસનો સૌથી બેસ્ટ મીલ માને છે. પણ તેનો મતલબ એ નથી કે તમે દિવસના અન્ય મીલ પર ધ્યાન ન આપો. ઘણાં લોકો એવું માને છે સાંજે 7 વાગ્યા પછી કંઈપણ ખાવાથી વજન વધે છે, કારણ કે તમે શું ખાઓ છો તેનાથી વધારે ક્યારે ખાઓ છો તે બાબત મહત્વ ધરાવે છે. રાતનું ભોજન હળવું હોવું જોઈએ અને સાથે જ તે હેલ્ધી હોવું પણ જરૂરી છે. તો ચાલો જાણીએ આયુર્વેદ પ્રમાણે રાતનું ભોજન કેવું હોવું જોઈએ.
આયુર્વેદ પ્રમાણે રાતનું ભોજન કેવું હોવું જોઈએ
રાતનું ભોજન એવું હોવું જોઈએ જે લો કાર્બ હોય. તેની પાછળનું કારણ એ છે કે રાતે કાર્બ્સને ડાઈજેસ્ટ કરવું મુશ્કેલ હોય છે. લો કાર્બ આહાર જલ્દી પચી જાય છે અને તમને સારી ઊંઘ પણ આવે છે. તો આહારમાં પનીર, ટોફૂ, દાળો, ફળિયો, લો ફેટ ચિકન ખાઓ.
રાતે એવો આહાર ખાઓ જે પ્રોટીનથી ભરપૂર હોય. તમારા ભોજનમાં લો ફેટ પ્રોટીન (ગ્રીલ્ડ), દાળો, લીલાં પાનવાળી શાકભાજી, મીઠો લીમડો જેવી વસ્તુઓ સામેલ કરો. રાતે પ્રોટીનથી ભરપૂર આહાર લેવાથી પાચન યોગ્ય રીતે કામ કરે છે.
સાંજે 7 વાગ્યા પછી મીઠું ઓછું ખાઓ. ઘણાં લોકોને મીઠાં વગર ચાલતું નથી પણ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને એ સમયે જ્યારે તમે કોઈ પાર્ટીમાં જવાનું પ્લાન કરી રહ્યાં હોવ. મીઠું ખાવાથી બોડીમાં વોટર રિટેન્શન વધી જાય છે. જેના કારણે વજન વધવા લાગે છે.
જો તમે ફૂડી હોવ અને ગમે ત્યારે કંઈપણ ખાવાની ટેવ હોય તો સંયમ લાવવું જરૂરી છે. તો જ તમે હેલ્ધી રહી શકશો. આયુર્વેદ અનુસાર રાતનું ભોજન હળવું હોવું જોઈએ. તેનાથી ઊંઘ પણ સારી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે પણ બહુ જ જરૂરી છે. તેનાથી પાચનતંત્ર પણ સારું રહે છે. સૂવાના 3 કલાક પહેલાં ડિનર કરી લેવું. આ વાતનું ખાસ ધ્યાન રાખવું.
રાતે દહીં, છાશ ખાવું નહીં. ઘણાં લોકોને દહીં બહુ જ પસંદ હોય છે પણ જો તમે વજન ઉતારવા માગતા હો તો રાતે દહીં ખાવાનું અવોઈડ કરવું. આયુર્વેદ મુજબ દહીં કફ દોષ વધારે છે કારણ કે દહીં ખાટું મીઠું હોય છે. આ બોડીમાં અસંતુલન પેદા કરે છે જે નાક બંધ થવા જેવી પરેશાની વધારી શકે છે. સાથે જ રાતની ઊંઘને પણ અસર કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..