કારમાં હેન્ડ સેનિટાઇઝર વાપરવાતા હોય તો ટાળજો, હેન્ડ સેનિટાઇઝરમાં આલ્કોહોલ હોવાથી આગ લાગવાનું રહે છે જોખમ
વિશ્વભરમાં અત્યારે કોરોના વાઇરસનું સંકટ વધતું જઈ રહ્યું છે. આ મહામારીથી બચવા માટે સરકારથી લઇને સામાન્ય માણસ સુધી દરેક પોતપોતાની રીતે પોતાની જાતને બચાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. આ વાઇરસથી બચવા માટે સૌથી સરળ હથિયાર જે અત્યારે લોકો ઉપયોગ કરી રહ્યા છે એ છે હેન્ડ સેનિટાઇઝર. લોકો પોતાની સાથે હેન્ડ સેનિટાઇઝર રાખી રહ્યા છે. એટલે સુધી કે લોકો પોતાની કારમાં પણ હેન્ડ સેનિટાઇઝર લઇને જઈ રહ્યા છે જેથી સમયાંતરે તેનો ઉપયોગ કરીને પોતાની જાતને સુરક્ષિત રાખી શકાય. પરંતુ ઓટો એક્સપર્ટ્સે એક ચોંકાવનારો ખુલાસો એ કર્યો છે કે કારમાં હેન્ડ સેનિટાઇઝર રાખવાની ધમાકો થવાનું અથવા આગ લાગવાનું જોખમ વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ગરમીની ઋતુ ચાલી રહી છે અને તાપમાન દિવસે ને દિવસે વધતું જઈ રહ્યુંછે. તાજેતરમાં જ અમેરિકાના વિસ્કંસિન ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકો કોરોના વાઇરસના ચેપથી બચવા માટે વારંવાર હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે. કારમાં રાખેલું સેનિટાઇઝર જોખમી બની શકે છે. જો કાર સન લાઇટ સામે ઊભી હોય તો તેનાથી કારમાં રાખેલા સેનિટાઇઝરમાં ધમાકો થઈ શકે છે.
મોટાભાગે હેન્ડ સેનિટાઇઝર આલ્કોહોલ બેઝ્ડ હોય છે અને તે હાઇ ફ્લેમેબલ હોય છે. એવામાં ગરમીની તુમાં તેની કારમાં રાખવાથી તેને બોટલના માધ્યમથી પ્રકાશનું આવન-જાવન થાય છે અને ખાસ કરીને જો કોઈ કારમાં ધૂમ્રપાન કરી રહ્યું હોય તો જોખમ વધારે વધી જાય છે. તેથી, આ વાતની કાળજી લેવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..