15 વર્ષીય ખેડૂત પુત્રએ કરી અનોખી શોધ, આતંકીઓ નહીં સર્જી શકે ખાનાખરાબી

હરિયાણા: અહીં રહેતો અને 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અવનીતે ખૂબ જ કમાલનું આવિષ્કાર કર્યું છે. તેણે આર્થિક તંગીના માહોલમાં પણ માઇન ડિટેક્ટર બનાવ્યું છે. જેના વિસ્તારમાં વિસ્ફોટક સામાન આવતા જ સાયરન વાગે છે.

15 વર્ષની ઉંમરમાં આ અવનીતે આ મશીન બનાવ્યું

– અવનિતના પિતા સુધીર કુમાર ખેડૂત છે અને તેમને ત્રણ દિકરાઓ છે.

– પાછલા ઘણા મહિનાઓથી બોર્ડર પર ભારતીય જવાનો પર થઇ રહેલા આતંકી હુમલાઓથી ચિંતિત થઇ વિસ્ફોટ સામગ્રી શોધવાનું મશીન બનાવવાની જીદ પકડી લીધી, પરંતુ પિતાની આર્થિક તંગને કારણે આશા દેખાતી ન હતી.

અવનિતના પિતા સુધીર કુમાર ખેડૂત છે અને તેમને ત્રણ દિકરાઓ છે

– પિતા સાથે આ અંગે વાત કરતા તેમણે પુત્રને આર્થિક મદદ કરવાનો વિશ્વાસ આપ્યો.

– 45 દિવસોની કઠોર મહેનત બાદ પાંચ હજાર રુપિયમાં તૈયાર થયેલા મશીનનું ટેસ્ટિંગ સફળ થયું તો પરિવારમાં ખુશીની લહેર છવાઇ ગઇ.

જાપાનમાં રોશન કરશે નામ

– 2015માં જાપાનમાં આયોજીત થયેલ નેશનલ લેવલ મૉડલ કોમ્પિટિશનમાં વિજેતા બનનાર અવનીતને જાપાનમાં સાઇન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ 15 વર્ષની ઉંમર હોવાને કારણે દસ્તાવેજ તૈયાર થયા ન હતા.

45 દિવસોની કઠોર મહેનત બાદ બનાવ્યું આ મશીન

– હવે 2018ની સ્પર્ધામાં બીજીવાર ભાગ લેવાનું આમંત્રણ મળ્યું છે. અવનીત ત્યાં સોલર સુરક્ષા સંબંધી ટેકનીકનું પ્રદર્શન કરી જાપાનમાં દેશનું નામ રોશન કરશે.

– આતંકીઓ દ્વારા ભારતીય સૈનિકો પર હુમલો કરી તેની લાશોને વિકૃત કરી નાખવાની ઘટનાએ અવનીતને પ્રેરીત કર્યો હતો.

સોલર સુરક્ષા સંબંધી ટેકનીકનું પ્રદર્શન કરી જાપાનમાં દેશનું નામ રોશન કરશે

– અવનીતનું કહેવું છે કે આ રોબોટ ઓફિસ અથવા વ્યવસાયિક સંસ્થાનોમાં સ્થાપિત કરવામાં આવી શકે છે.

– અવનીતે આગળ જણાવ્યું કે તેની ઇચ્છા ડ્રોન રોબોટ બનાવવાની છે પરંતુ 4-5 લાખના ખર્ચ થવાને કારણે તે સફળ નથી થઇ રહી.

– આ ડ્રોન સમુદ્ર, આકાશ તથા જમીનમાં છુપાયેલી વિસ્ફોટક સામગ્રીને શોધી શકશે. તેમાં રિમોટની જરૂરત નહીં પડે અને નકશો અપલોડ કરવા પર આપમેળે નજર રાખશે.

2015માં જાપાનમાં આયોજીત થયેલ નેશનલ લેવલ મૉડલ કોમ્પિટિશનમાં વિજેતા બન્યો હતો અવનીત
અવનીતે આતંકી હુમલાઓથી ચિંતિત થઇ વિસ્ફોટ સામગ્રી શોધવાનું મશીન બનાવવાની જીદ પકડી લીધી હતી. 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો