રિક્ષા ચાલક બન્યો તારણહાર: સુરતમાં માસૂમ સાથે આપઘાત કરવા જતી મહિલાને રિક્ષા ચાલકે બચાવી
સુરત શહેરમાં આત્મહત્યાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના મક્કાઈપુલ પર આપઘાત કરવા માટે જઈ રહેલી એક મહિલાને રિક્ષાચાલકની સૂઝબૂઝથી બચાવી લેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ઝાંપાબજારથી એક મહિલા તેના માસૂમ બાળક સાથે રિક્ષામાં બેઠી હતી અને ચાલકને મક્કાઈપુલ ઉતરવા માટે જણાવ્યું હતું. જો કે રિક્ષામાં બેસીની મહિલાને ઉદાસ જોતા રીક્ષા ચાલકને શંકા ગઈ હતી. આથી તેણે ASIનો સંપર્ક કર્યો હતો. જેના કારણે તેઓની સતર્કતાના કારણે મહિલાનો જીવ બચી જવા પામ્યો છે.
રિક્ષા ચાલક મહોમ્મદ અબરારના જણાવ્યા મુજબ, આ મહિલા ઝાંપા બજારથી મક્કાઈપુલ જવા માટે મારી રિક્ષામાં બેઠા હતા. આખા રસ્તામાં તેઓ રડતા હતા. મે પૂછ્યુ પણ ખરું કે, શું તકલીફ છે? જો કે તેમણે કોઈ જવાબ આપ્યો નહતો. આથી મને લાગ્યું કે કંઈક ખોટું કરવા આવ્યા હોવા જોઈએ અને મેં પોલીસનો સંપર્ક સાધ્યો. જે બાદ તેમની મદદથી મહિલા પોતાનું જીવન ટૂંકાવે તે પહેલા જ તેને બચાવી લેવામાં આવી છે.
જણાવી દઈએ કે, અગાઉ માર્ચ મહિનામાં પણ સુરતના અડાજણ અને ચોક બજારને જોડતા તાપી નદી પર બનેલા હૉપ પુલ પર એક 38 વર્ષની મહિલા પોતાના પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને મોતની છલાંગ લગાવવા જઈ રહી હતી. જો કે સદ્દનસીબ તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા તોસિફ શેખ નામના રિક્ષા ચાલકની નજર મહિલા પર પડી તો તેણે પોતાની રિક્ષા એક તરફ ઉભી રાખીને તેને બચાવી લીધી હતી.
તેની પહેલા અમદાવાદની એક આયશા નામની મહિલાએ પણ સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો. આયશાએ આપઘાત કરતાં પહેલા પોતાના મોબાઈલમાં ભાવુક વીડિયો શૂટ કર્યો હતો. જેમાં તેણે પોતાની વ્યથા ઠાલવી હતી, જે ખૂબ જ વાયરલ થયો હતો. આયશા આપઘાત કિસ્સો ઘણા સમય સુધી છાપાઓ અને ન્યૂઝ પેપરોમાં હેડલાઈન્સ બન્યો હતો. જો કે હવે એક રિક્ષા ચાલકની સૂઝબૂઝથી વધુ એક આયશાની ઘટનાનું પુનરાવર્તન બનતા થઈ ગયું તેમ કહી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..