ATMમાં કેશ નીકળ્યા વગર એકાઉન્ટથી કપાય જાય છે પૈસા, તો આ રીતે મેળવો પરત
ATMમાંથી પૈસા ઉપાડતી વખતે ઘણીવાર કેશ નીકળ્યા વગર એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે. એવામાં સવાલ એ ઉઠે છે કે તેવી પરિસ્થિતીમાં શું કરવું જોઇએ. ઘણા લોકો કોઇ પ્રૂફ લીધા વગર તેની ફરિયાદ કરવા માટે બેન્ક પહોંચી જાય છે, જેનાથી સમાધાન મળતું નથી. અમે આજે તમને કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે પોતાના એકાઉન્ટથી કપાયેલા પૈસા પરત મેળવી શકો છો. RBIએ બનાવી છે ગાઇડલાઇન્સ.
કેશ ના નીકળે તો તરત કરો બેન્કનો સંપર્ક
આરબીઆઇની ગાઇડલાઇન્સ અનુસાર, ભલે તમે પોતાની બેન્કનું એટીએમ યુઝ કરી રહ્યા હોય અથવા અન્ય કોઇ બેન્કનું, કેશ ના નીકળવા અને એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જવા પર પોતાની બેન્કની નજીકની બ્રાંચમાં જઇ ફરિયાદ નોધાવો. જો બેન્ક બંધ થઇ ગઇ છે અથવા રજાનો દિવસ છે તો બેન્કના કસ્ટમર કેર પર કોલ કરો. તમારી ફરિયાદ નોધવામાં આવશે. બેન્કને આ માટે એક અઠવાડિયાનો સમય મળશે.
ટ્રાંઝેક્શન સ્લિપને રાખો પોતાની પાસે
– ફેલ ટ્રાંઝેક્શનને પ્રૂફ કરવા માટે તમે સ્લિપ હંમેશા પોતાની પાસે રાખો.
– જો ટ્રાંઝેક્શન સ્લિપ નથી નીકળી તો તમે બેન્ક સ્ટેટમેન્ટ આપી શકો છો.
– બ્રાંચમાં લિખિત ફરિયાદ કરો અને ટ્રાંઝેક્શન સ્લિપની ફોટૉકોપી અટેચ કરો.
– ટ્રાંઝેક્શન સ્લિપ એટલા માટે જરૂરી છે કારણ કે તેમા ATMની ID,લોકેશન, સમય અને બેન્ક તરફતેહે રિસ્પોંસ કોડ સહિત પ્રિન્ટ હોય છે.
બેન્ક કરી દેશે એકાઉન્ટમાં ક્રેડિટ
– એચડીએફસી બેંકના એક વરિષ્ઠ અધિકારીએ વાતચીતમાં જણાવ્યું કે, જો કોઇ કસ્ટમર પોતાના બેન્ક એટીએમમાંથી પૈસા ઉપાડવા જાય છે અને કોઇ કારણસર તે એટીએમમાંથી પૈસા નીકળતા નથી તો 24 કલાક સુધી રાહ જોવી જોઇએ.
– બેન્ક પોતાના તરફથી થયેલી ભૂલ પર એક દિવસની અંદર તમારા એકાઉન્ટમાં પૈસા ક્રેડિટ કરી દેશે.
– પરંતુ ઘટના અન્ય બેન્કના એટીએમની હોય તો તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે ઘણીવાર એટીએમ મશીનથી પૈસા ઉપડતા નથી પરંતુ મશીનની લોગ બુકમાં પૈસા ડેબિટ થઇ જાય છે.
– આવી પરિસ્થિતીમાં તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે કારણ કે અન્ય બેન્ક પૈસા આપવાની ના પાડી શકે છે.
બેન્ક કરી શકે છે સીસીટીવી ફૂટેજની તપાસ
– ઘણીવાર બેન્ક એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરે છે.
– એટલા માટે બેન્ક જેના એટીએમ પર આવું બન્યું છે, તમારે અને તમારા બેન્કના અધિકારીઓ સાથે સંપૂર્ણ ફૂટેજને જોવે છે.
– જો તપાસમાં જાણ થઇ જાય છે કે પૈસા નથી નીકળ્યા તો બેન્ક તમને ફાઇન સાથે ડેબિટ થયેલા પૈસા પરત કરશે.
ATM યૂઝ કરતી વખતે રહો અલર્ટ
એટીએમ યુઝ કરતી વખતે ધ્યાન રાખો કે તમારી આસ-પાસ કોઇ અન્ય વ્યક્તિ ના હોય જે તમારો પાસવર્ડ જોઇ શકે. ટ્રાંઝેક્શનમાં મુશ્કેલી થાય તો તેને કેન્સલ કરવાનું ના ભૂલો. કોઇ અજાણ્યા વ્યક્તિની મદદ બિલકુલ ના લો.