ATM મશીનથી પૈસા ઉપાડતી વખતે આ બે વસ્તુઓ હંમેશા કરો ચેક, હેકર્સ જુવે છે તમારી ભુલની રાહ

ફેસ્ટિવલ સીઝનમાં ATM મશીનથી ટ્રાંઝેક્શન દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે. છેલ્લા દિવસોમાં ક્લોન ATMની મદદથી ઘણા લોકોના બેન્ક એકાઉન્ટ હેક કરી હેકર્સ પૈસા ઉપાડી લે છે. પૂણેની કોસમોસ બેંકથી તો હેકર્સે 78 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી લીધી હતી.

એવામાં જો તમે પણ કોઇ ATMમાંથી પૈસા ઉપાડો છો તો તમારે સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. હેકર્સ દ્વારા ATM મશીનમાં કોઇ એવા ડિવાઇસ લગાવી દેવામાં આવે છે, જે તમારા ATMનો ડેટા ચોરી કરી લે છે.

આ રીતે થાય છે તમારા કાર્ટની ક્લોનિંગ
હેકર્સ તમારા ATM કાર્ડના ક્લોન તૈયાર કરવા માટે સ્કીમર મશીન અને હિડન કેમેરાનો યુઝ કરે છે. સ્કીમર મશીનને કોઇપણ ATM મશીનમાં લગાવી દેવામાં આવે છે. એટલે તમે જેવા જ પૈસા ઉપાડવા માટે પોતાનું કાર્ડ અંદર નાખો છો તે જ સમયે તમારો ડેટા હેકર્સ પાસે પહોચી જાય છે. બરોબર એ જ રીતે, હિડન કેમેરાથી તે તમારા કાર્ડના પિન નંબરની ડિટેલ જાણી લે છે. ત્યારબાદ તે ડેટાને અન્ય કાર્ડમાં ઇન્સર્ટ કરી કોઇપણ ATM મશીનથી પૈસા ઉપાડી લે છે.

ATM મશીનમાં જ્યાં કાર્ડ લગાવવામાં આવે છે તેમા સૌથી પહેલા કરો આ જરૂરી કામ

બેંક અધિકારીએ જણાવી આ સાવધાનિઓ

-કસ્ટમર્સ તે ATMથી પૈસા ક્યારેય ના ઉપાડે જ્યાં કોઇ ગાર્ડ ના હોય.

-કસ્ટમર તમારું ATM કાર્ડ પોતે જ યુઝ કરે. કોઇ અન્યને યુઝ કરવા માટે ના આપે.

-ATM કેબિનમાં જો કોઇ અન્ય છે તો તે બહાર નિકળે ત્યાર બાદ જ મશીનનો યુઝ કરશો.

-ATM મશીનમાં જ્યાં કાર્ડ લગાવવામાં આવે છે તેને હંમેશા ખેચીને ચેક કરી લો. જો તે ક્લોનિંગ મશીન હશે તો બહાર નીકળી જશે.

-ATM મશીનમાં કાર્ડ લગાવતી વખતે ગ્રીન લાઇટ ચાલુ થાય છે. આ લાઇટ ત્યાં સુધી બંધ નથી થતી જ્યાં સુધી પૈસા અથવા કાર્ડ પરત ના આવે. જો ગ્રીન લાઇટ ઓન ના થાય તો સમજી લો કે મશીનની સાથે છેડછાડ કરવામાં આવી છે. એવામાં આનો યુઝ ના કરવો જોઇએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો