કોંગ્રેસે સપનામાં પણ નહીં વિચાર્યું હશે કે સાચી પડશે અટલજીની આ ભવિષ્યવાણી, જાણો શું કહ્યું હતું?

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર થવા સાથે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષોમાં નિરાશાનો માહોલ છે. પરંતુ, આ બધા વચ્ચે કોઈ રાજકીય પક્ષ જો સૌથી વધુ નિરાશ હોય તો તે કોંગ્રેસ જ છે કારણ કે, તેણે પોતાનું વધુ એક રાજ્ય ગુમાવ દીધુ છે. આ 5 રાજ્યોમાંથી 4માં BJPની સરકાર બનવા જઈ રહી છે અને 1માં AAP પાર્ટીની. જોકે, આ ચારેય રાજ્યોમાં પહેલાથી જ BJPની સરકાર છે અને 1 રાજ્ય જે AAPની પાસે જઈ રહ્યું છે તે અત્યારસુધી કોંગ્રેસનું ગઢ મનાતું હતું.

અસ્ત થઈ ગયો કોંગ્રેસનો સૂરજ?
એ વાત સ્પષ્ટ છે કે, કોંગ્રેસની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. રાજકીય પંડિતોના જણાવ્યા અનુસાર, BJPની પ્રચંડ જીત પણ એ જ તરફ ઈશારો કરે છે કે આવનારા વર્ષોમાં પણ કોંગ્રેસ માટે સમય વધુ સારો નથી રહેવાનો. એવામાં લોકો સોશિયલ મીડિયા પર કોંગ્રેસને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે અને એ સમય યાદ કરાવી રહ્યા છે જ્યારે કોંગ્રેસે જનસંઘ (આજની BJP)ના ઓછાં નંબરોની મજાક ઉડાવી હતી.

અટલજીએ કરી હતી આવી ભવિષ્યવાણી
તે સમયે પૂર્વ વડાપ્રધાન અને BJPના સંસ્થાપક અટલ બિહારી બાજપેયીએ કોંગ્રેસને કહ્યું હતું, અમે એ સમયની પ્રતીક્ષા કરીશું, જ્યારે અમને સ્પષ્ટ બહુમત પ્રાપ્ત થાય… આજે તમે મારી મજાક ઉડાવી લો પરંતુ એક સમય એવો આવશે જ્યારે લોકો તમારી મજાક ઉડાવશે. તે સમયે અટલ બિહારી બાજપેયીએ એવુ પણ કહ્યું હતું કે, એક દિવસ સમગ્ર દેશમાં કમળ ખિલશે. બે દાયકા પહેલા તેમણે BJPના દ્રઢ નિશ્ચયને સામે મુકીને સંસદમાં કહ્યું હતું કે, અમે મહેનત કરી છે, અમે સંઘર્ષ કર્યો છે. આ 365 દિવસ ચાલનારી પાર્ટી છે. આ ચૂંટણીમાં કોઈ બિલાડીના ટોપની જેમ ઉગનારી પાર્ટી નથી. અમે બહુમતની રાહ જોઈશું. હવે BJP માટે એ રાહ જોવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. છેલ્લાં 8 વર્ષોથી પાર્ટી લોકસભા હોય કે વિધાનસભા દરેક ચૂંટણીમાં બમ્પર વોટ મેળવી રહી છે.

એક વોટથી પડી ભાંગી હતી અટલજીની સરકાર
લોકસભામાં કોંગ્રેસને લઈને અટલ બિહારી બાજપેયીએ જે ભવિષ્યવાણી કરી હતી, તે આજે સાચી સાબિત થઈ રહી છે. એક સમયે દેશ પર એકહથ્થું રાજ કરનારી કોંગ્રેસ આજે યુપીમાં 5 સીટ પણ જીતી નથી શકી. પરંતુ, તે સમયે કોંગ્રેસની બોલબાલા કંઈક એવી હતી કે તેમના સાંસદ ગિરધર ગોમાંગે ઓડિશાના મુખ્યમંત્રી રહેતા લોકસભામાં મતદાન કર્યું હતું અને એ જ એક વોટે બાજી પલ્ટી હતી. કોંગ્રેસને કદાચ યાદ હોય કે ના હોય, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો તે લાઈનો યાદ કરી રહ્યા છે અને #atalbiharivajpayee ટ્રેન્ડ કરી રહ્યા છે.

દરેક ચૂંટણીમાં થઈ રહ્યું છે કોંગ્રેસનું પતન
જોકે, આ પંક્તિઓ પહેલીવાર લોકોને યાદ નથી આવી પરંતુ, 2019માં જ્યારે BJP જનરલ ઈલેક્શનમાં જીતી હતી ત્યારે પણ લોકોએ આ લાઈનો યાદ કરી હતી. જે ઉત્તર પ્રદેશથી કોંગ્રેસના દિગ્ગજ નેતા નીકળ્યા એ જ રાજ્યમાં પાર્ટીને 2.33 ટકા વોટ મળ્યા છે જ્યારે BJPને 41.29 ટકા વોટ મળ્યા છે. પંજાબ જ્યાં તેની સત્તા હતી, ત્યાં કોંગ્રેસને 22.98 ટકા અને AAPને 42.01 ટકા વોટ મળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો