માત્ર 210 રૂપિયાનું રોકાણ કરો અને 60ની ઉંમર બાદ મેળવો 5 હજાર મંથલી પેન્શન

18થી 40 વર્ષની ઉંમરનો કોઇપણ વ્યક્તિ અટલ પેન્શન યોજના ( APY)માં રોકાણ કરીને મહિને 1 હજારથી 5 હજાર સુધીનું પેન્શન મેળવી શકે છે. પેન્શન 60 વર્ષ બાદ આપવાનું શરૂ થશે. આજે અમે આપને જણાવી રહ્યા છે કે, કેવી રીતે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી તેનો ફાયદો ઉઠાવી શકો છો.

– અટલ પેન્શન સ્કીમ વિષેશ રીતે અનઓર્ગનાઇઝ સેક્ટરના કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી છે. જેમાં, 1 હજાર, 2 હજાર, 3 હજાર, 4 હજાર અથવા 5 હજાર રૂપિયાનું ફિક્સ પેન્શન મેળવી શકાય છે. આ સ્કીમમાં તમારા ઇન્વેસ્ટ પર તમારું પેન્શન નક્કી કરવામાં આવે છે.

– જો તમે 18-20 વર્ષની ઉંમરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દો છો તો તમારે સ્મોલ ઇન્ટોલમેંટ ભરવાનું રહેશે. તો 60 વર્ષ બાદ પેંશનનો સંપૂર્ણ બેનિફિટ તમે મેળવી શકો છો.

– આ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કરી ટેક્સની વચત પણ કરી શકો છો. તમે ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સીસીડી હેઠડ 50 હજાર અને 80સી હેઠડ 1.5 લાખ સુધીનો ડિડક્શન ક્લેમ કરી શકો છો. જો કોઇ કારણસર સબ્સક્રાઇબરની મોત થઇ જાય છે તો પેન્શન તેમના પરિવારને મળવા લાગશે.

કેટલી ઉંમરમાં કેટલું કરવું પડશે રોકાણ

18 વર્ષની ઉંમરે શરૂઆત કરવા પર મહિને 210 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના રહેશે. 42 વર્ષમાં કુલ 1,05,840 રૂપિયા જમા થઇ જશે.

25 વર્ષની ઉંમરે શરૂઆત કરવા પર 376 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના રહેશે. 35 વર્ષમાં 1,57,920 રૂપિયા જમા થઇ જશે.

30 વર્ષની ઉંમરે શરૂઆત કરવા પર 577 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના રહેશે. 30 વર્ષમાં 2,07,720 રૂપિયા જમા થઇ જશે.

35 વર્ષની ઉંમરે શરૂઆત કરવા પર 902 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના રહેશે. 25 વર્ષમાં 2,70,600 રૂપિયા જમા થઇ જશે.

40 વર્ષની ઉંમરે શરૂઆત કરવા પર 1454 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના રહેશે. 20 વર્ષમાં 3,48,960 રૂપિયા જમા થઇ જશે.

શું છે આ સ્કીમના ફાયદા

– યોજના સરકાર તરફથી શરૂ કરવામાં આવી છે, માટે સમયસર પેન્શન મળવાની ગેરંટી રહે છે.

– આ સ્કીમ યોજના ધારકની મોત બાદ પણ શરૂ રહે છે, મોત બાદ પેન્શન તેના પરિવારજનોને મળે છે.

– જો પતિ-પત્ની બંન્નેના મોત થઇ જાય તો રકમ નોમિનીને આપવામાં આવશે.

– આ ખાતુ ખોલવા માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે, અને ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઇએ.

– આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે બેન્કમાં સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે.

– એક વ્યક્તિ આ સ્કીમ હેઠળ એક જ એકાઉન્ટ ખોલાવી શકે છે.

– એકાઉન્ટ કોઇપણ સરકારી બેન્કમાં જઇને ખોલાવી શકાય છે.

– પેન્શનની રાશિને કોઇપણ સમયે બદલી શકાય છે, કેન્સર, કિડની જેવી બીમારી થાય તો આ સ્કીમને 60 વર્ષ પહેલા પણ બંધ કરાવી શકાય છે.

– તમે આમા એક,ત્રણ અથવા 6 મહિનાનો હપતો બાંધી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો