ગુજરાત પોલીસનો ભાવુક કિસ્સો સામે આવ્યો: જૂનાગઢમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા માતાએ Dysp પુત્રને સેલ્યૂટ કરી

ગુજરાત પોલીસમાં (Gujarat Police)ફરજ દરમિયાન માતા અને પુત્રનો ભાવુક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે પુત્ર માતાને સલામ કરતો હોય છે. જોકે ફરજમાં હોવાની કારણે માતાએ પુત્રને સેલ્યૂટ આપી છે. ફરજ બજાવતા મહિલા એ. એસ. આઈએ પોતાના Dysp પુત્રને સેલ્યૂટ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મધુબેન રબારી જૂનાગઢ (Junagadh)તાલુકામાં એ. એસ. આઈ. તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમનો પુત્ર વિશાલ રબારી (Vishal Rabari)અરવલ્લીમાં Dysp તરીકે ફરજ બજાવે છે. સ્વાતંત્ર્ય પર્વની (independence day)રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઇ હતી. જેમાં Dysp વિશાલ રબારીએ પરેડ કમાન્ડર તરીકે ફરજ બજાવી હતી પરેડ દરમિયાન માતા મધુબેને પોતાના પુત્રને સેલ્યૂટ મારી હતી.

આવી જ એક ઘટના તેલંગાણામાં પણ બની હતી. જ્યાં એક સભા દરમિયાન પોલીસની ડ્યૂટી કરી રહેલા પિતા-પુત્રીનો સામનો થયો હતો. મલ્કાનગિરીના ડીસીપી ઉમામહેશ્વર સરમા અને તેમની આઈપીએસ ઓફિસર પુત્રી સિંધુ સરમા એક જ સ્થાને ડ્યૂટી કરી રહ્યા હતા. તે સમયે પિતાએ હોદ્દા પ્રમાણે પુત્રીને સલામી આપી હતી.

સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઇ હતી. જેમાં Dysp વિશાલ રબારીએ પરેડ કમાન્ડર તરીકે ફરજ બજાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો