લ્યો બોલો! પત્નીથી કંટાળી ગયેલા લોકો માટે ખુલ્યો આશ્રમ, અહીં એવા લોકોને જ આવવાની છૂટ છે જેને બીજા લગ્નનો વિચાર પણ ન આવે
પતિ-પત્ની પર સોશિયલ મીડિયામાં કેટલાય મિમ્સ બનતા હોય છે. દરરોજ નવા નવા જોક સાંભળવા પણ મળે છે. કહેવાય છે કે, દુનિયા એવું કોઈ નથી, જે પત્નીથી પરેશાન ન હોય. પણ કેટલાય લોકો એવા પણ હોય છે. જે એટલા બધાં હેરાન થઈ જાય છે કે, છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે. જો કે, લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે.
આજે અમે આપને એક આવા જ આશ્રમ વિશે બતાવા જઈ રહ્યા છીએ જે, ફક્ત એવા લોકો માટે ખોલવામાં આવ્યો છે, જે પોતાની ઘરવાળીથી કંટાળી ગયો હોય. તેની ખાસ વાત એ છે કે, આ આશ્રમમાં એવા લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે, જે બીજા લગ્નનો મનમાં વિચાર પણ ન કરે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાથી 12 કિમી દૂર શિરડી મુંબઈ હાઈવે પર તે આવેલો છે. આશ્રમમાં સલાહ લેવા આવનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જ જાય છે.
કહેવાય છે કે અત્યાર સુધીમાં 500 લોકો અહીંથી સલાહ લઈ ગયા ચછે. હાઈવે પરથી જોતા એક નાનો એવો રૂમ હોય તેવું લાગશે, અંદર જતાં આબેહૂબ આશ્રમ લાગશે. રૂમમાં અંદર જતાં જ એક ઓફિસ બની છે. જ્યાં પત્નીની પીડિત પુરુષોને સલાહ આપવામાં આવે છે. દરરોજ સવાર સાંજ અગરબત્તીને લગાવીને અહીં પૂજા થાય છે. દર શનિવાર અને રવિવારે સવારે 10થી 6 વાગ્યાની સુધી પત્ની પીડિતોનું કાઉંસલિંગ કરવામાં આવે છે.
છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશથી મોટા ભાગના લોકો અહીં સલાહ લેવા જઈ રહ્યા છે. આશ્રમમાં રહેતા લોકો ખિચડી શાક દાળ બનાવે છે. જે પણ વ્યક્તિ અહીં સલાહ લેવા આવે છે તેને ખિચડી ખવડાવામાં આવે છે. આ આશ્રમમાં ABC ત્રણ કેટેગરી બનાવામાં આવી છે. જે પુરુષ પત્ની અથવા સાસરિયાવાળાથી કંટાળેલો છે તેને A કેટેગરીમાં મુકવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..