3000થી વધુ લાવારીશ લાશોના અંતિમ સંસ્કાર કરનાર શરીફ ચાચાને મળ્યો પદ્મશ્રી, બોલ્યા: જિંદગીની અંતિમ ક્ષણ સુધી હું આ કાર્ય કરતો રહીશ

રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા બાદ પોતાના હોમટાઉન અયોધ્યા પહોંચેલા શબોના મસીહા તરીકે જાણીતા સમાજ સેવક મોહમ્મદ શરીફ ચાચાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માનવીય સંવેદના માટે કરવામાં આવેલા કામો માટે શરીફ ચાચાને વર્ષ 2019માં પદ્મશ્રીની ઘોષણા સરકારે કરી હતી, પરંતુ કોવિડને કારણે એવોર્ડ સમારંભ થઇ શક્યો નહોતો. બે વર્ષ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં તેમને પદ્મશ્રી એવોર્ડનું સન્માન મળ્યું.

અયોધ્યાના મોહમ્મદ શરીફ ચાચાને પદ્મશ્રી એવોર્ડનું સન્માન એટલા માટે મળ્યું છે કે તેમણે છેલ્લાં 28 વર્ષમાં લગભગ 3000 જેટલી લાવારીશ લાશોના જે તે ધર્મના રિતીરિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરાવ્યા છે. જેમાં 1 હજાર મૃતદેહ હિંદુઓના અને 2 હજાર મુસ્લિમોના હતા.

પદ્મશ્રીનું સન્માન મળ્યા પછી અયોધ્યા પોતાના વતન પરત ફરેલા મોહમ્મદ શરીફ ચાચાએ કહ્યું કે દેશનું પ્રતિષ્ઠિત સન્માન મળ્યા પછી હું મહેસુસ કરી શકું કે મોદી સરકારમાં સમાજ સેવાની કદર થાય છે. ચાચાએ કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એવોર્ડ આપતી વખતે વખાણ કર્યા હતા તે વાતથી અનહદ ખુશ છુ. એવું લાગ્યું કે 28 વર્ષની સેવાનું સાચું ફળ મળ્યું છે.

મોહમ્મદ શરીફ ચાચાએ કહ્યુ કે જયાં સુધી મારા શરીરમાં તાકાત છે, ત્યાં સુધી મારી જિંદગીના અંતિમ ક્ષણ સુધી હું લાવારીશ લાશોના અંતિમ સંસ્કાર કરતો રહીશ. મારા ગયા પછી મારા પરિવારના લોકો આ કામગીરી આગળ વધારશે.

શરીફ ચાચાએ કહ્યુ કે જો તમે ઇમાનદારીથી સારુ કામ કરો તો તમને સહયોગ મળે જ છે. મારા સમાજ સેવાના આ કામમાં તમામ લોકોએ મને મદદ કરી છે. તેમણે કહ્યું કે છેલ્લાં 3 દશકથી લાવારીશ લાશોના અંતિમ સંસ્કારનું કામ ચાલે છે એ દરમ્યાન કેટલાંક કડવાં અનુભવો પણ થયા.

શરીફ ચાચાએ કહ્યુ કે તેમના પુત્રની સુલતાનપુરમાં હત્યા કરી દેવામાં આવી હતી અને પોલીસે તેની લાશને લાવારિશ સમજીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ત્યારથી તેમણે લાવારિશ લાશોના અંતિમ સંસ્કાર કરવાના શપથ લીધા હતા.

મોહમંદ શરીફ ચાચા પાસેથી હિંદુ- મુસલામનના નામે લડતા લોકોએ એક વાત શીખવા જેવી છે કે ચાચા લાવારિશ લાશના અંતિમ સંસ્કાર કરતી વખતે એ જોતા નથી કે એ કયા ધર્મની વ્યકિતની લાશ છે. ભલે તે પછી એ હિંદુ હોય, મુસ્લિમ હોય કે કોઇ પણ ધર્મનો હોય તે લાવારિશ લાશના અંતિમ સંસ્કાર કરી દે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો