ધર્મના નામે ધંધો: લખનઉથી ATSએ બે મૌલાનાની ધરપકડ કરી; પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કરતું હતું ફંડિંગ, એક હજારથી વધુ ગરીબ હિંદુઓનું ધર્મપરિવર્તન કરાવ્યું

મોટિવેશનલ થોટથી હિંદુઓનું ધર્મપરિવર્તન કરાવનારા બે મૌલાનાને યુપી ATSએ લખનઉથી પકડ્યા છે. ATSની ટીમ લગભગ ચાર દિવસથી તેમની પૂછપરછ કરી પુરાવા એકઠા કરી રહી હતી. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI તેને ફંડિંગ કરતું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પકડાયેલા મૌલાના જહાંગીર અને ઉમર ગૌતમ લખનઉસ્થિત એક મોટી મુસ્લિમ સંસ્થા સાથે જોડાયેલા છે. ATS અધિકારીઓ મુજબ, આ ગરીબ હિંદુઓને નિશાન બનાવતા હતા. અત્યારસુધીમાં લગભગ એક હજાર લોકોના ધર્મપરિવર્તન કરાવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મૂક-બધિર અને મહિલાઓ સામેલ છે.

રામપુરના એક ગામમાં બે હિંદુ બાળકોને પરાણે ખતના કરાવીને તેમનું ધર્માંતરણ કરાવવામાં પણ એક મૌલાનાની સંડોવણી સામે આવી છે. બંને પશ્ચિમી યુપીના રહેવાસી છે, જેને વિદેશથી સંચાલિત એક મુસ્લિમ સંગઠન ફંડિંગ પણ કરી રહ્યું હતું. ATS તેમના વિશે જાણકારી એકઠી કરી રહ્યા છે.

બંને દાવા ઈસ્લામિક સેન્ટર ચલાવે છે
બંને મૌલાના દાવા ઈસ્લામિક સેન્ટરના નામથી સંસ્થા ચલાવે છે. 3 જૂનના રોજ દિલ્હીના ડાસના મંદિરમાં બે મુસ્લિમ યુવકોએ પૂજારી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. બંનેને જ્યારે પકડવામાં આવ્યા તો મૌલાના ઉમર અને જહાંગીર અંગે જાણકારી મળી હતી.

કાનપુર, બનારસ અને નોઈડામાં મોટી સંખ્યામાં ધર્મપરિવર્તન
આ મૌલાના નોઈડા ડેફ સોસાયટીમાં સંચાલિત મૂક-બધિર સ્કૂલના છાત્ર-છાત્રાઓને ફોસલાવીને કે પ્રલોભન આપીને ધર્મપરિવર્તન કરાવી ચૂક્યા છે. ધર્મપરિવર્તિત એક હજાર મહિલાઓનાં બાળકોની યાદી મળી છે. કાનપુર, બનારસ અને નોઈડામાં પણ તમામ બાળકો, મહિલાઓના ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યા છે. કાનપુરના એક બાળકને સાઉથના કોઈ શહેરમાં લઈ જવાયું છે. તેના વિશે STF ભાળ મેળવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો