ખુલ્લેઆમ ગુંડાગર્દી: માસ્ક ન પહેરવા પર સેનાના જવાનને પોલીસકર્મીઓએ ઢોર માર માર્યો, 3ને સસ્પેન્ડ કરાયા
બુધવારે ઝારખંડના ચતરા જિલ્લામાં માસ્ક ન પહેરવા પર ભારતીય સેનાના એક જવાનને કેટલાક પોલીસકર્મીઓએ ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ પર વાયરલ થઈ ગયો છે જેથી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ બે અન્ય અધિકારીઓ સાથે ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ચતરાના પોલીસ અધિક્ષક (SP) કાર્યાલયમાં અધિકારીઓ દ્વારા સોંપવામાં આવેલી ઘટનાના રિપોર્ટના આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ચતરામાં માસ્ક ચેકિંગ અભિયાન દરમિયાન પોલીસકર્મીઓએ ખુલ્લેઆમ ગુંડાગર્દી કરી હતી. બાઇક સવાર સેનાના જવાન પવન કુમાર યાદવને તેમણે ઢોર માર માર્યો હતો. મયૂરહંડ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરમા બજાર વિસ્તારમાં પોલીસકર્મીઓના એક ટોળા દ્વારા જવાનને માર મારવામાં આવી રહ્યો છે. તેને લાત મારવાના આવે છે અને થપ્પડ પણ મારવામાં આવે છે. નજીકના આરા-ભુસાહી ગામના રહેવાસી પવન કુમાર યાદવ પોતાની બાઇક પર ત્યાં પહોંચ્યા હતા.
તેમની બાઈકની ચાવી એક પોલીસ હવાલદાર સંજય બહાદૂરે કાઢી લીધી હતી. તેમના વાહનની ચાવીઓ છીનવી લેવામાં આવતા સેનાના જવાને વિરોધ નોંધાવ્યો. તેના પર પોલીસકર્મીઓએ થપ્પડ અને લાતોનો વરસાદ શરૂ કરી દીધો. મારામારી કરનારા ઘણા પોલીસકર્મીઓએ પોતે પણ માસ્ક પહેરી રાખ્યું નહોતું જે કે ઘટનાની વીડિયો ક્લિપમાં નજરે પડી રહ્યું છે. પોલીસની નિર્દયતાનો આ વીડિયો વાયરલ થઈ ગયો છે. ગ્રામજનોના વિરોધ બાદ ઇજાગ્રસ્ત જવાનને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ સામે ગેરવર્તનનો વિરોધ કરવા પર જવાન સાથે બર્બરતા અપનાવવાનો આરોપ છે. BDO સાકેત સિંહાની ઉપસ્થિતિમાં જવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ બાબતને SP રાકેશ રંજને ધ્યાનમાં લીધી અને DSP મુખ્યાલય કેદાર રામને તપાસ રિપોર્ટ આપવાના નિર્દેશ આપ્યા હતા. સ્થાનિક સાંસદ સુનિલ કુમાર સિંહે, રાકેશ રંજન સાથે વાતચીત કરી હતી અને તેમાં સામેલ પોલીસકર્મીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
આર્મી જવાનને માર મારવાની બાબતે SP રાકેશ રંજને તાત્કાલિક કાર્યવાહી કરી છે. તેમણે આરોપી ત્રણેય પોલીસકર્મીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા છે. બે સહાયક પોલીસકર્મીને લાઇન ક્લોઝ કરવામાં આવ્યા છે. DSP મુખ્યાલય કેદાર રામના તપાસ રિપોર્ટના આધાર પર SPએ કાર્યવાહી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..