પર્યાવરણપ્રેમી પટેલનો નવતર પ્રયોગ, વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુ બનાવી

જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં રહેતા ખેડૂતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી ચક્લીને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તેઓએ ચકલીનાં ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ હતું. તેમજ ગાયનાં છાણમાંથી 1000 ચકલીનાં માળા બનાવી વિતરણ કર્યુ હતું.

જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નિવાસી અર્જૂનભાઇ મોહનભાઇ પાધડાર ખેડૂત છે. પણ તેઓએ પર્યાવરણને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. ચક્લીઓ પ્રત્યેનાં પ્રેમને કારણે તેઓએ મોબાઇલ ચબૂતરો અને છાણાનો માળો બનાવ્યો છે. આશરે બે વર્ષનાં ટૂંકાગાળામાં 9000 જેટલા મોબાઇલ ચબૂતરાનું નિ:શુલ્ક વિતરણ કર્યુ છે. તેમજ 1000 જેટલા છાણાનો માળો બનાવી વિતરણ કર્યું હતું. તેઓ પર્યાવરણનાં જતન માટે પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ તો સર્જનાત્મક વિચારોને કારણે તે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તું બનાવવામાં માહેર છે. જેમાં પ્લાસ્ટિકની બોટલમાં મોબાઇલ ચબૂતરો બનાવ્યો અને ગાયનાં છાણમાંથી ચક્લીનો માળો બનાવ્યો હતો.

ચક્લી આપણી સાથે રહેવા ટેવાયેલી છે

ચકલીએ આપણી સાથે સાથે રહેવા ટેવાયેલું પ્રાણી છે. તેને દૂષિત પર્યાવરણથી બચાવી ઘરમાં તેનો મીઠો ટહુકાર સંભળાય તો કુદરત સાથે હોય તેવી લાગણી થાય.
– અર્જૂનભાઇ પાઘડાર, ખેડૂત

રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત

દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ એકઝીબીશનમાં બ્રિક અેન્ડ બ્લોક મશિન પ્રદર્શન કરવામાં આવતાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા રાષ્ટ્ર લેવલે બીજા નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મોબાઇલ ચબૂતરો કેમ કહે છે

મોબાઇલની જેમ હરતું ફરતું રાખી શકાય છે. આ ચબૂતરો પ્લાસ્ટિકની બોટલમાં બનેલો હોય છે. એક સપ્તાહ સુધી ચકલી ચાંચ મારી અનાજનું ચણતર કરી શકશે.

છાણમાંથી બનાવે છે લાકડા અને કુંડી

ગાયનાં છાણનાં ઘણાં ફાયદા છે. છાણમાંથી માળો બનાવવાથી ચક્લીઓને ત્રણેય રૂતુમાં માફક આવે છે. તેમજ લાકડાં બનાવવાને કારણે ગેસ, બળતણનો બચાવ થાય છે. અને કુંડીમાં વૃક્ષ વાવવાથી તેનો ઓર્ગેનિક વિકાસ થાય છે.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો