અત્યારે સરકાર ભૂપેન્દ્ર પટેલ નહીં પણ સી.આર. પાટીલ ચલાવે છે: અર્જુન મોઢવડિયા
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પરપ્રાંતિયોને લઇને આપેલા નિવેદનને લઇને હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રઘુ શર્માના નિવેદનને લઇને સી.આર. પાટીલે રઘુ શર્માને ગુજરાતના લોકોની માફી માગવા માટે જણાવ્યું હતું. ત્યારે હવે રઘુ શર્માના બચાવમાં ગુજરાત કોંગ્રેસ આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પાટીલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ડૉક્ટર રઘુ શર્મા કોઈ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નથી. તેમણે બિઝનેસ મેનેજમેન્ટમાં Ph.D. કર્યું છે. તેઓ રાજસ્થાન સરકારમાં આરોગ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળે છે. ગુજરાતની અંદર પરપ્રાંતિયો જ નહીં પણ ગુજરાતની અંદર જે લોકો વ્યવસાય અને ધંધો કરે છે, તે પણ ભારતીય જનતા પાર્ટીના માફિયા તત્વોથી પરેશાન છે. ઉઘરાણાઓ થયા છે, ધમકીઓ આપવામાં આવે છે અને એજન્સીઓ મારફતે રેડ કરાવવામાં આવે છે. આ ફરિયાદો વર્ષોથી ચાલે છે. એ બાબતે વારંવાર ખાનગી અને જાહેરમાં ચર્ચા પણ થઇ છે. આ બાબતે અમને બધાને સુરતના વેપારીઓએ ફરિયાદ કરી છે કે, અમે પણ જરા સરખો પણ અવાજ ઉઠાવીએ તો અમારા પર કોઈને કોઈ એજન્સી મારફતે કાર્યવાહી થઇ શકે છે. કોર્પોરેશનની ચૂંટણી હતી ત્યારે પણ જે પ્રકારે ઓડિયો વાયરલ થયા હતા તેમાં ઉદ્યોગપતિઓને જે પ્રકારે ધમકાવવામાં આવ્યા તે જગજાહેર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિ આખા ગુજરાતની અંદર છે. જ્યાં સી.આર. પાટીલનું નેતૃત્વ હોય ત્યાં તમે બીજી આવી કોઈ પ્રકારની અપેક્ષા રાખી શકો નહીં. અત્યારે સરકાર ભૂપેન્દ્ર પટેલ નહીં સી.આર. પાટીલ ચલાવે છે. ગુજરાતની જનતાને જ નહીં પણ ભારતીય જનતાના પાર્ટીના કાર્યકર્તાઓને પણ સી.આર. પાટીલ ડરાવે છે અને ધમકાવે છે. જેના કારણે ભાજપના આગેવાનો ચૂપ રહી શકે પણ અમે કોંગ્રેસના આગેવાનો ચૂપ રહેશું નહીં. અમે ગુજરાતમાં સી.આર. પાટીલની જે દાદાગીરી છે તેને અને તેમના અહંકારને તોડીને રહીશું. ગુજરાતીઓએ જ ફરિયાદ કરી છે. અહીં જે બીજા પ્રાંતની અંદર કોંગ્રેસમાં હોય તો તે અહીં આવીને કોઈને મળવા જાય તો તેમને ધમકાવવામાં આવે છે. આનો હું સાક્ષી છું. હું જાતે જ કહું છું કે, આ પ્રકારનું ભયનું વાતવરણ બધી જગ્યા પર છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાને જ મને ફરિયાદ કરી છે કે, અમે તેમની સામે બોલી શકતા નથી. બોલીએ તો અમારા પર પણ કાર્યવાહી થઇ શકે છે. આમાં ગુજરાતીઓનું અપમાન તો સી.આર. પાટીલની નિમણૂક કરીને ભાજપે કરી છે. જેનો ભૂતકાળ ભવ્ય હોય તેમાં એવું કયુ ક્વોલિફિકેશ છે કે, તેમને આજે ગુજરાત ભાજપના પ્રમુખ તો બનાવાયા પણ આજે સરકાર પણ તે જ ચલાવે છે. તે એમ કહે છે કે, મારે ગુજરાતના મુખ્યમંત્રીની ચોકી કરવી પડે છે કારણ કે તેઓ ભોળા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..