પ્રજાસત્તાક દિવસે જ કરુણ ઘટના! શિક્ષિકા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં જ કારનો અકસ્માત થતાં મોતને ભેટ્યા
બુધવારે સમગ્ર દેશ 73મો ગણતંત્ર દિવસ (republic day) ઉજવી રહ્યા હતા. ત્યારે આ દિવસ એક શિક્ષિકા માટે કાળમુખો સાબિત થયો હતો. અરવલ્લી જિલ્લામાં સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિક્ષિકા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં જ કારનો અકસ્માત થતાં મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે મોડાસા તાલુકાના સરડોઈની હાઈસ્કૂલમાં રાગીણી પટેલ નામની મહિલા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કાર લઈને રાયગઢથી સરડોઈ જઈ રહ્યા હતા. આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે જતાં હતા.
જોકે, મોડાસાના ખંભીસર પાસે શિક્ષિકાના કારનું ટાયર ફાટ્યું હતું જેના પગલે કાર પલટી મારી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કારના ભુક્કા બોલાઈ ગયા હતા. અને શિક્ષિકા રાગીણી પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ મોડાસા રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથધરી હતી. પોલીસને કારમાંથી પરીક્ષા પેપર પણ મળી આવ્યા હતા. અને મહિલાની લાશને પોસ્ટમોર્ટ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું. કારનું ટાયર ફાટયા પછી બીજી કારની અડફેટે આવતાં કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લાલપુરમાં પણ અકસ્માતની ઘટના બની હતી. ભિલોડાના લાલપુર ગામમાં મેશ્વો કેનાલમાં પાંચ વર્ષની બાળકી ડૂબી ગઈ હતી. જેનો મૃતદેહ ટીંટોઈ પાસે તણાણીને આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.”
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..