અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાતા ગુજરાતમાં એક સાથે બે વાવાઝોડાનો ખતરો: દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે
હાલ ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોમાં અલગ અલગ પ્રકારના સંકટો આવી રહ્યા છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે પોતાનો કાળા કહેરનો પડછાયો પાથરી દીધો છે. ત્યારે ગુજરાત ઉપર મોટું સંક્ટ મંડરાઈ રહ્યું છે. ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. 3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેવન્ટ નક્કી કરશે આવશે કે નહીં. અરબી સમુદ્રમાં સોમાલિયા અને એડન નજીક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાયું છે. જે વાવાઝોડું સર્જશે. આ પ્રેશરથી 3 જુન બાદ ગુજરાત અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ સેવાઈ રહી છે.
આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી કરતી વેબસાઈટ વિન્ડીના સ્પષ્ટ દેખાઈ આવે છે કે, 3 જુને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. જે સમગ્ર સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને મધ્ય- દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના શહેરોને અસર કરી શકે તેમ છે.
કોરોના વચ્ચે ગુજરાતમાં એક નહીં બે વાવાઝોડાં સક્રિય
ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે આ વાવાઝોડાંના કારણે 1થી 3 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની સંભાવાના સેવાઈ રહી છે.
બીજા વાવાઝોડાની શક્યતા
આ સિવાય રાજ્ય પર 6 જુને ટકરાઈ એવાં બીજા વાવાઝોડાંની પણ સંભાવના છે. આ વાવાઝોડું લક્ષદીપના ટાપુઓ પાસે સર્જાઈ રહ્યું છે. જે 31 મેથી શરૂ કરી બેગલુરૂ- ગોવા- મહારાષ્ટ્રના દરિયાકાંઠા થઈ ગુજરાત આવશે. જે પણ ગીર સોમનાથ જિલ્લામાં ટકરાઈ શકે છે.
લગભગ 110 કિમીની ઝડપે ટકરાઈ શકે વાવાઝોડું
ગુજરાતમાં 3જી જૂને વાવાઝોડું આવશે તો સૌરાષ્ટ્રના ગીર -સોમાનાથ જિલ્લામાં તેનું મુખ્ય કેન્દ્રબિદું હોઈ શકે છે. ગીર-સોમનાથી જિલ્લાના ગીર-ગઢડા ગામ અને ગીરનું જંગલ કેન્દ્રબિંદુ બનશે. આ સાથે આજુબાજુના પોરબંદર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં તેની વધુ અસર દેખાઈ શકે છે. વાવાઝોડાના સ્પીડ લગભગ 110 કિમી/કલાકની હોવાની સંભાવના સેવાઈ રહી છે.
તાજેતરમાં પશ્ચિમ બંગાળ-ઓડિશામાં ત્રાટક્યું હતું અમ્ફાન વાવાઝોડું
થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાઠાના જિલ્લાઓમાં અમ્ફાન વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં 80 લોકોના મોત થયા હતા. અમ્ફાન વાવાઝોડાએ પશ્ચિમ-બંગાળ અને ઓડિશામાં મોટી હોનારત સર્જી હતી. પશ્ચિમ બંગાળમાં તોફાનને કારણે સર્જાયેલા વિનાશનો પીએમ મોદીએ હવાઈ સર્વે કર્યો હતો. તેમણે કેન્દ્ર વતી બંગાળને 1 હજાર કરોડ જ્યારે ઓડિશાને 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
ગુજરાતમાં ગત વર્ષે જૂનમાં ત્રાટક્યું હતું ‘વાયુ’ વાવાઝોડું
ગત વર્ષ જૂન મહિનામાં વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લાખો લોકોનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાયુ વાવાઝોડું 13મી જૂને સવારે દીવ, ઉના અને કોડિનાર વચ્ચે 170 કિમીની ઝડપે ત્રાટકવાનું હતું, પરંતુ દિશા બદલાઈ જતા વાવાઝોડું વેરાવળના બદલે પોબંદર તરફ ડાયવર્ટ થયું હતું. ત્યારબાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર કરતું દરિયામાં જ ફંટાઈ ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..