APMC બંધ થવી એ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે..!: ગુજરાત ખેડૂત સમાજ
નવા ત્રણ કૃષિ કાયદાની અમલવારીના ખૂબ જ ટૂંકા સમયગાળામાં તેની ગંભીર આડઅસરો સામે આવી છે. રાજ્યની 15 APMCમાં ખેતપેદાશનું ખરીદ-વેચાણ બંધ થઇ જતાં તાળાં મારી દેવાની નોબત ઊભી થઇ છે. નવા કૃષિ કાયદાનો શરૂઆતથી જ વિરોધ કરી રહેલા ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખે ભયસ્થાન બતાવવા જણાવ્યું કે, કેન્દ્રના આ કાયદાથી ધનિક વેપારીઓ વધુ ધનિક બનશે, જ્યારે રાત-દિવસ કાળી મજૂરી કરતો જગતનો તાત વધુને વધુ પાયમાલ બનશે. APMC બંધ થવી એ નવા કાયદાની આડઅસરની શરૂઆત છે. ખેડૂતોએ લોહીના આંસુએ રડવું પડે તો દિવસો દૂર નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ અંગે માહિતી આપતા ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલે (પટેલ) જણાવ્યું હતું કે, વર્ષ 1955-56માં એપીએમસી એક્ટ અમલમાં આવ્યો તે પહેલા ખેડૂતોનું ભરપૂર શોષણ થતું હતું. બજારની પરિસ્થિતિથી અજાણ ખેડૂતો પાસેથી કેટલાક વેપારીઓ નીચા ભાવે ખેતપેદાશ ખરીદી લેતાં હતા. કેટલાક વેપારીઓ ખેડૂતો પાસેથી ખેતપેદાશ ખરીદી મનસ્વી ભાવ ચૂકવી દેતા હતા, પરંતુ 1955-56માં એપીએમસી એક્ટ અમલમાં આવ્યો ત્યારબાદ ખેડૂતોનું શોષણ દૂર થયું હતું.
એપીએમસી એક્ટમાં થયેલી કડક જોગવાઇને પગલે ખેડૂતોના હિતનું રક્ષણ
સંભવ બન્યું હતું. ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળતાં થયા હતા. હજુ પણ પૂરતા ભાવ મળતા નથી, પરંતુ ખેડૂતોના હિતનું રક્ષણ થતું હોવાથી ખેડૂતો કોઇપણ જાતના ભય વગર પોતાની ખેતપેદાશોનું વેચાણ કરી શકે છે. એટલું જ નહીં એપીએમસીમાં કોઇપણ સરકારી કર્મચારીની દખલગીરી નથી તેમ છતાં આજદિન સુધી ખેડૂતો સાથે અન્યાય થયો હોય તેવો કિસ્સો સામે આવ્યો નથી.
તેમણે વધુમાં કહ્યું કે, સરકારે લાગું કરેલા નવા કાયદાથી ધનિક વેપારી વધુ ધનિક બનશે, જ્યારે ગરીબ ખેડૂત વધુને વધુ ગરીબ બનશે. ખેડૂતોને લોહીના આંસુએ રડવાનો વારો આવશે. અમે પહેલાથી જ કાયદાના દૂરગામી પરિણામો વિશે ખેડૂતોને ચેતવી રહ્યા છે. હવે APMC બંધ થતા જે પરિમાણોમાં આવ્યા છે તે તમામ લોકોની સામે છે. સરકારે હજુ પણ દરેકે દરેક જણસના (ખેતપેદાશ)ના ટેકાના ભાવ નક્કી કરવા જોઇશે. જેથી કરીને પ્રાઇવેટ ઓપરેટરો ખેડૂતોનું શોષણ નહીં કરે.
APMC પણ ખેડૂતોનો પોષણક્ષમ ભાવ નહીં અપાવી શકતાં ખેડૂતો ખેતપેદાશ બહાર વેચવા આકર્ષાયા
નવા કાયદાના વિરોધ વચ્ચે ખેડૂતો પોતાની ખેતપેદાશ APMCની બહાર વેચી રહ્યા હોવાની રાવ ઊઠી છે, પરંતુ અહીંયા સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે, APMC ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં આપી શકે તેથી ખેડૂતો APMCની બહાર વેપારીઓને પોતાની ખેતપેદાશ વેચવા આકર્ષાયા છે. APMCની બહાર ખેડૂતોને સારા ભાવ મળતાં તેઓએ ખેતપેદાશનું વેચાણ બારોબાર કરવા નિર્ણય લીધો હતો. જોકે, આ પ્રવૃત્તિ દરમિયાન સામે આવેલો ભયસ્થાન એ છે કે, શરૂઆતમાં ખેડૂતોને સારા ભાવ મળશે પરંતુ એક વખત APMCનું અસ્તિત્વ મટી જશે એટલે વેપારીઓ પોતાના અસલ રૂપરંગ દેખાડશે. APMC મટી જતાં પ્રાઇવેટ ઓપરેટર્સ પોતાની મનમાની ચલાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..