આ આઇલેન્ડ પર રહેવા ઈચ્છતા લોકોને સરકાર મફત ઘર, જમીન અને દર મહિને 40 હજાર રૂપિયા આપશે

ગ્રીસમાં એન્ટીકિથેરા આઇલેન્ડ પર વસતી વધારવા માટે સરકારે લોભામણી ઓફર બહાર પાડી છે. અહીં રહેવા આવતા લોકોને મફતમાં ઘર અને જમીન સિવાય ત્રણ વર્ષ સુધી દર મહિને સરકાર 565 ડોલર એટલે કે 40 હજાર રૂપિયા આપશે. આ આઇલેન્ડ ચોખ્ખું ચણાક પાણી અને ખડકો માટે ફેમસ છે.

સરકારે વસતી વધારવા માટે આ ઓફર જાહેર કરી છે

દર વર્ષે અહીં ટુરિસ્ટ તો ઘણા આવે છે, પરંતુ 20 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં લોકલ વસતી કહીએ તો તે 24 લોકોની જ છે. આ કારણે આ આઇલેન્ડ માનવ વસતી વગરનો થઈ જશે તેવો ભય સરકારને લાગી રહ્યો છે. આઇલેન્ડ પર હાલની પરિસ્થિતિને જોતા સરકારે આ ઓફર બહાર પાડી છે.

હાલ આ ઓફરના સમાચાર દુનિયાભરમાં વહેતા થઈ ગયા છે. અત્યાર સુધી ચાર પરિવારે અહીં રહેવા માટે અરજી આપી દીધી છે. લાંબા સમયથી બંધ પડેલી સ્કૂલ પણ નવેસરથી શરૂ કરવામાં આવી છે.

રહેવા ઈચ્છતા લોકોએ સાધારણ શરતો માનવાની પડશે

સ્થાનિક કાઉન્સિલના પ્રેસિડન્ટ આદ્રેઝ ચેરચેલકિસે કહ્યું કે, આ આઇલેન્ડ પર બેકિંગ, કન્સ્ટ્રક્શન અને ફિશિંગ જેવા પ્રોફેશન શક્ય છે, જેમાં સ્થાનિકો સારી એવી કમાણી કરી શકે છે. અહીં રહેવા ઈચ્છતા લોકોને સરકારની કેટલીક સાધારણ શરતો માનવાની રહેશે.

ઉલ્લેખીનય છે કે, એન્ટીકિથેરા આઇલેન્ડ પર સૌથી જૂનું એનાલોગ કમ્પ્યુટર મળ્યું હતું. વર્ષો અગાઉ આ કમ્યુટરથી કેલેન્ડર અને ખગોળીય પરિસ્થિતિ વિશે ખબર પડતી હતી. આની પહેલાં ઇટલીના પણ અમુક ગામમાં વસ્તી વધારવા માટે સરકારે ઓફર આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો