તબીબનુ ફોજીના પત્નીઓને મફત સારવાર આપવાનું અનોખું અભિયાન
હાલમાં જમ્મુ-કશ્મીરના પુલવામાં થયેલા હુમલામાં દેશના 44 વીર જવાનો શહીદ થતાં દેશ આખામાં વિરોધ અને ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ શહીદોને સામાજિક સંથાઓ, અભિનેતાઓ, ક્રિકેટેરો, અધિકારીઓ અને વિવિધ સંગઠનોએ ફાળો આપીને શહીદ પરિવારો પર સહાયનો ધોધ વરસાવ્યો હતો. સાથે એકાએક થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવાના વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યારે ઝાલોદ ભરત ટાવર વિસ્તારમાં આવેલા પુજા પ્રસૂતિ હોસ્પિટલ ચલાવતા ડો.સોનલકુમાર દેસાઇએ શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં દેશની સેનામાં ફરજ બજાવતા સૈનિકની સારવાર આપવાના બોર્ડ લગાવ્યા હતા.
આપણે માન આપીશુ તો સરહદ ઉપર ગૌરવ વધશે
શહીદોને સાચી શ્રદ્ધાંજલિની ભેટરૂપે દેશની સૈનામાં ફરજ બજાવતા સૈનિકના પરિવારનું દેશમાં ગૌરવ જળવાઈ તે માટે પત્નીની સારવાર મફત કરવાની જાહેરાત કરી છે. સાથે આપણી રક્ષા માટે સરહદ પર રાત-દિવસ એક કરી રહેલા સૈનિકો માટે અન્ય સંસ્થાઓ, વેપારી વર્ગ, અધિકારીઓ અને આગેવાનો દ્વારા પણ સૈનિકના પરિવારજનોનું ગૌરવ જાળવવા અને તેમને દરેક ક્ષેત્રમાં માન-સન્માન આપવા માટે અપીલ કરું છુ. જો આપણે સૈનિકના પરિવારને માન આપીશું તો દેશના સૈનિકનું પણ સરહદ પર ગૌરવ વધશે.ડો.સોનલકુમાર દેસાઇ, પુજા હોસ્પિટલ, ઝાલોદ
આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.
આ પણ વાંચજો .
- સુરતના 108 વર્ષના નાથી બા લિફ્ટ વગર બે માળથી ચડ ઉતર કરે છે
- છ વર્ષના બાળકે કહ્યું, મારે પણ શહીદપરિવારને મદદ કરવી છે, ડબ્બો તોડી રૂપિયા 8100 આપ્યા