અનોખા લગ્ન કરી ખોટા ખર્ચા ઓ કરતા અને મોંઘા મેળાવડા ને મહત્વ નહિ પણ સપ્તપદીની દીક્ષાને સાદગી સભર ઉજવી સમસ્ત લેઉવા પટેલ સમાજને રાહ બતાવતી સંસ્થાનું સુંદર કાર્ય
મોટાવડાળા સમસ્ત લેઉવા પટેલ સમાજ નો પ્રેરણાત્મક પરણીય પ્રસંગ સામાજિક સંરચના માં પરિવર્તન માટે સલાહ નહિ પણ સહકાર આપી પરિવર્તન ની પહેલ કરતી સંસ્થા દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ ની સુંદર કામગીરી
દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટાવડાળા દ્વારા સમાજ સેવાના અનેકવિધ કાર્યો કરવામા આવી રહ્યા છે. જેમાં સમાજમા સંવેદના ધબકતી રાખવા માટે ગામેગામ દીકરી રથ ફરી રહ્યો છે.
સમાજના ગરીબ ઘર સુધી પહોંચી તેના દુ:ખમાં ભાગ લઈ, તે ઘરની દીકરીની હમદર્દ બનીને સંસ્થા તેની સાથે ખડેપગે ઊભી રહે છે. સંસ્થા દ્વારા આ ગરીબ દીકરીઓને કરિયાવર પણ કરવામાં આવે છે.
ગરીબ દીકરીઓને પુનર્વસનના ભાગરૂપે જૂનાગઢના જોષીપરામાં રહેતા લેઉવા કણબી નીતીનભાઈ બાબુભાઈ માથુકિયાની આર્થિક પરિસ્થિતિ નબળી! તેની બે દીકરીઓ નિકિતા અને રેલીના લગ્ન!
આ મોંઘવારીમાં બબ્બે દીકરી ઓને પરણાવવી એટલે ખૂબજ કઠીન કાર્ય! પણ દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટા વડાળા સંસ્થાએ ઘરના સભ્યની જેમ સાથે રહી, આ દીકરીઓને કરિયાવર આપી નીતીનભાઈના ખભેથી ભાર હળવો કર્યો હતો.
સમાજ ની સામાજિક સંરચના ઓ બદલાવ માટે માત્ર સલાહ નહીં પણ સહકાર આપી પરિવર્તન લાવતી સંસ્થા દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ ની સુંદર સેવા
અનોખા લગ્ન કરી ખોટા ખર્ચા ઓ કરતા અને મોંઘા મેળવડા ને મહત્વ નહિ પણ સપ્તપદી ની દીક્ષા ને સાદગી સભર ઉજવી સમસ્ત લેઉવા પટેલ સમાજ ને રાહ બતાવતી સંસ્થા નું સુંદર કાર્ય કરાયું હતું સપ્તપદી ની દીક્ષા લેનાર નવદંપતિ ને આશીર્વાદ માટે વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે સાદગી નો સંદેશ ગૃહસ્થ ધર્મ ની દીક્ષા આપી સમસ્ત લેઉવા પટેલ સમાજ ને ખોટા ખર્ચા ઓ કુરિવાજો દેખાદેખી થી મુક્ત રહી સમાજ ની ગરીબ પરિવાર ની દીકરી માટે ઉપીયોગી બનો ની શીખ આપતો સંદેશ આપ્યો હતો
આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.