GPSCની પરીક્ષામાં સુરતનો અંકિત ગોહિલ ગુજરાત ફર્સ્ટ, 6 લાખના પેકેજને ઠોકરમારી ક્લાસ-1 અધિકારી બનવા પરીક્ષા આપી
‘મેં મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો છે. એજ્યુકેશન પુરુ કર્યા પછી તરત જ મને 6 લાખના પેકેજની જોબ ઓફર થઈ હતી. પરંતુ મારે જીપીએસસીની પરીક્ષા આપવી હતી એટલા માટે મે જોબ એક્સેપ્ટ કરી ન હતી. પરીક્ષાના 6 મહિના પહેલાં જ ઘરની દિવાલ પર લખી રહ્યું હતું કે, ‘જીપીએસસીની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવીશ.’ તનતોડ મહેનતના કારણે હું ગુજરાતમાં પ્રથમ આવ્યો હતો.’
ઉલ્લેખનીય છે કે ગુરુવારે જીપીએસસી દ્વારા વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું. વર્ગ-1 માટે 75 અને વર્ગ- 2 માટે 219 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં રજિસ્ટર થયેલા 2.99 લાખ ઉમેદવારોમાંથી 1.94 લાખ ઉમેદવારો પ્રાથમિક કસોટીમાં હાજર રહ્યાં હતા અને 912 ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે પસંદ થયા હતા.
આ ભરતીમાં પ્રથમવાર ‘કમ્પ્યૂટરાઇઝ માર્કિંગ સિસ્ટમ’ને અમલી કરાઇ છે. આ પદ્ધતિમાં ઉમેદવારનો ઈન્ટરવ્યૂ પૂરો થયા પછી રજિસ્ટર અને ઓનલાઇન ગુણોની એન્ટ્રી કરાય છે. જે માત્ર અધિકૃત વ્યક્તિ જ સોફ્ટવેરમાં લોગ-ઈન કરીને ગુણ જાણી શકે છે.
રોજ સવારે ઊઠીને દીવાલ પરનું વાક્ય વાંચતો
વર્ષ 2017 અને 2018માં યુપીએસસીની પરીક્ષામાં નાપાસ થયો હતો. ત્યારે જ મેં નક્કી કરી લીધું કે, અન્ય કોઈ સરકારી એક્ઝામ નહીં આપું અને 2019માં જીપીએસસીની પરીક્ષા પાસ કરીને જ રહીશ. ત્યારે જ નક્કી કરી લીધું હતું કે, જીપીએસસીની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ લાવીશ. ગુજરાતી વિષય ખૂબ જ નબળો હતો. જેથી સૌથી વધારે મહેનત ગુજરાતી વિષયમાં કરી હતી. દરરોજના 12 કલાક વાંચતો અને કરંટ અફેર્સ પર વધારે ધ્યાન આપતો હતો. 6 મહિના પહેલાં જ મારા ઘરની દિવાલ પર લખી રહ્યું હતું કે, જીપીએસસીની ગુજરાતમાં પ્રથમ આવીશ. ક્લાસ વન અધિકારી બનીશ. રોજ સવારે ઉઠીને આ વાક્ય વાંચતો હતો. જીપીએસસીની તૈયારી માટે ન્યુઝ પેપર વાંચતો હતો. મારા પપ્પા વડોદરામાં પીએસઆઈ છે. જીપીએસસીની પરીક્ષા પહેલી જ ટ્રાયમાં પાસ કરી છે. નવસારીના ડેપ્યુટી કલેક્ટર પ્રવિણ જૈનાવતે મને ખુબ જ મદદ કરી હતી.
દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..