પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલ પટેલનું 73 વર્ષે નિધન, હતા કેન્સર પીડિત

મહેસાણા: અનિલભાઈ ટી પટેલ પૂર્વ ઉદ્યોગ મંત્રીનું અવસાન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા હતા. આ સિવાય મહેસાણા જિલ્લામાં તેમણે શૈક્ષણિક અને સામાજીક કાર્યોમાં ખૂબ કામ કર્યું હતું. તેમના અંતિમ દર્શન ગણપત યુનિવર્સીટી ખેરવા કેમ્પસ ખાતે રાખવામાં આવ્યા હતા. બપોરે ખેરવા કેમ્પસથી તેમની અંતિમયાત્રા થશે બાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કેન્સરની ચાલતી હતી સારવાર

મહેસાણાના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું છે. અનિલ પટેલ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરથી પીડાતા હતા. જેઓની સારવાર ચાલતી હતી. એપોલો, ઝાયડ્સ અને અમેરિકામાં સારવાર કરાવી હતી. ત્યારે આજે વહેલી સવારે તેમનું નિધન થતા મહેસાણામાં શોકની લાગણી પ્રર્વતી હતી.

પાટણના લણવા ગામે જન્મ

અનિલ પટેલનો જન્મ પાટણ જિલ્લાના લણવા ગામે 8.માર્ચ.1944 ના રોજ થયો હતો. અનિલ પટેલ 11 વર્ષના હતા તે સમયે એમના પિતાની ત્રિભોવનદાસ પટેલની ઢોર ચોર મામલે અવાજ ઉઠાવતા હત્યા થઈ હતી . જેથી તેમના પિતા શહીદ વીર તરીકે ઓળખાયા હતા. કુટુંબના સહયોગથી માતાએ તેમનો ઉછેર કર્યો હતો.

ગામમાં પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયા

અનિલ પટેલે તેમનું પ્રાથમિક શિક્ષણ લણવા ગામે મેળવ્યું હતું., માધ્યમિક શિક્ષણ શિક્ષક કડી સર્વ વિદ્યાલય માંથી મેળવ્યું હતું., એન્જિનિયરિંગનો અભ્યાસ વલ્લભવિદ્યાનગર કર્યો હતો., અને એન્જિનિયરમાં માસ્ટર એમ ટેક કરવા અમેરિકા ગયા હતા. તેઓએ વલ્લભ વિદ્યાનગરમા અભ્યાસ કરતા સમયે શિક્ષણનગરી ઊભી કરવાનું સપનું જોયું હતું. જે પૂરું કરવા અમેરિકા નોકરી કરવા ગયા બાદ પણ નોકરી છોડી પરત આવ્યા હતા. અને મહેસાણા ને કર્મ ભૂમિ બનાવી દીધી હતી.

શિક્ષણમાં પણ અવ્વલ રહ્યા

મહેસાણા આવી અનિલ પટેલે ઉદ્યોગ શરુ કર્યો હતો અને સમાજ સેવાની પણ શરૂઆત કરી હતી. 38 વર્ષની ઉંમરે તેઓ મહેસાણા નાગલપુર કોલજના મેનેજીંગ ટ્રસ્ટી બન્યા હતા. તો ગણપત યુનિવર્સિટી ઉભી કરવામાં સ્થાપક સંવર્ધક બન્યા હતા.

બે ટર્મ ધારાસભ્ય અને ઉદ્યોગમંત્રી રહ્યા

અનિલ પટેલ વર્ષ 2002 અને 2007 દરમ્યાન બે ટર્મ સુધી મહેસાણાના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓએ મહેસાણા gidc વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ રહી ચૂક્યા છે. અને અનિલ પટેલને છેલ્લા દોઢ વર્ષથી કેન્સર હોવાથી એપોલો, ઝાયડ્સ હોસ્પિટલ, અને અમેરિકામાં સારવાર લીધી હતી. આજે વહેલી સવારે 73 વર્ષની વયે તેમનું નિધન થતા મહેસાણામાં જાણે શોકનું મોજું ફરી વળ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો