અમેરીકામાં આણંદના યુવકનું કોરોનાથી કરુણ મોત નિપજ્યું, લક્ષણો જણાતા ન હતા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

આણંદ શહેરના પાયોનિયર હાઇસ્કુલ સામે આવેલી પટેલ કોલોનીમાં રહેતા અને છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા યુવકનું મંગળવાર સાંજે કોરોના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજયું છે. આણંદ શહેરમાં રહેતા હેમેન્દ્રભાઇ નગીનભાઇ પટેલ (ઉ.વ 49) પાંચેક વર્ષ અગાઉ અમેરિકાના ન્યુઝર્સી નજીક આવેલા પેન્સિલવીનીયા ખાતે પત્ની પારૂલબેન અને પુત્રી વિધિ સાથે રહેતા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

મંગળવાર સાંજે 7 વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત

તેઓ ગત 9મીના રોજ હેમેન્દ્રભાઇ બપોરના સુમારે ચા-નાસ્તો કરી રહ્યાં હતા.ત્યારે અચાનકજ શ્વાસ રૂંધાવા લાગ્યો હતો.જેથી તેઓને તુરંત સારવરા માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાહતા. જયાં તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર હેમેન્દ્રભાઇને કોરોનાના કોઇપણ લક્ષણ ના હોવા છતાં પણ તેઓનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેઓને હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા. જો કે તેઓની હાલત વધુ લથડતાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. મંગળવાર સાંજે 7 વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

આ સમાચાર આણંદમાં તેમના સંગાસંબંધીઓને જણ થતાં તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યાં હતા. જો કે તેમના પરિવારજનો જણાવ્યા પ્રમાણે હેમેન્દ્રભાઇની પત્ની અને પુત્રી સ્વસ્થ છે.તો બીજી બાજુ આણંદ જિલ્લામાંથી અમેરિકામાં રહેતા પરિવારો પણ હાલ કોરોના વાઇરસને લઇને ચિંતીત જણાઇ રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો