પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું આજે વિમોચન થયું
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું આજે વિમોચન થયું છે. વિમોચન પ્રસંગ ખાસ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા છે. લાંબા સમય બાદ અમિત શાહ અને આનંદીબેન પટેલ એક મંચ જ સાથે જોવા મળ્યા છે.
વિજય રૂપાણીએ સ્પીચની શરૂઆતમાંજ ભાંગરો વાટ્યો, અમીત શાહને ‘અમીતભાઇ ઓઝા’ કહેતા સમગ્ર હોલમાં હાસ્યુંનું મોજું ફરી વળ્યું. રૂપાણી ભોઠા પડ્યા. અમિત શાહ વાત કરતા કહ્યું કે ‘હું આનંદીબેનનું કોમ્પ્યુટર વાપરતો હતો, બેનનું પુસ્તકએ ગુજરાતની દીકરીઓ માટે ગીતા સમાન છે’
મોદી અમારી જીપના ડ્રાઇવર હતા: આનંદીબેન પટેલ
અમે ભાજપમાં હતા, ત્યારે નરેન્દ્ર મોદી અમારી જીપના ડ્રાઇવર રહેતા, નરેન્દ્રભાઈ અમને ગુજરાતનાં પ્રવાસે લઇ જતાં અમે વિવિધ મોરચાના પ્રમુખ તેમની સાથે રહેતા, નરેન્દ્ર મોદીને પોતાના ઞુરૂ જેવા ગણાવતા બેન એ કહ્યું કે, મારી રાજકીય કારકિર્દીમાં નરેન્દ્રભાઇ માર્ગદશક રહ્યા છે, મને રાજકારણમાં નરેન્દ્ર મોદી લાવ્યા હતા, મારો રાજકીય પ્રવેશનો નિણૅય અમદાવાદ ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસેના એક ઝાડ નીચે લેવાયો હતો. અમે શાળા માંથી નર્મદાના પ્રવાસે ગયા હતા. જયાં બે દિકરીઓને ડુબતી બચાવી હતી. તેના સમાચાર છાપામાં પણ છપાયા હતા. તે વાચી નરેન્દ્ર મોદી મને મળવા આવ્યા હતા. અને મને ભાજપમાં જોડાવવા કહયુ હતુ.
આનંદીબેનનું પુસ્તક ‘કર્મયાત્રી’નું વિમોચન થયું
‘આનંદીબેન પટેલ કર્મયાત્રી’માં ખેડૂતપુત્રીથી માંડીને રાજકારણમાં જોડાયાની વાતને આવરી લેવામાં આવી છે. શિક્ષણથી માંડીને આચાર્ચ સુધીની યાત્રા અને સંગઠનથી માંડીને મુખ્યમંત્રી બાદ રાજ્યપાલ સુધીની પાટીદાર વગદાર મહિલા નેતાના જીવનને વર્ણવી લેવામાં આવ્યું છે.