PM મોદીની જાહેરાત: ખાનગી કોલેજોમાં પણ MBBS કરવા પર સરકારી જેટલી ફી લાગશે

કેન્દ્ર સરકારે મેડીકલ સ્ટુડન્ટસના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. સરકાર મુજબ હવે પ્રાયવેટ મેડીકલ કોલેજોમાં અડધી સીટો પર સરકારી મેડીકલ કોલેજ જેટલી જ ફી લાગશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની જાહેરાત કરી છે.

અડધી સીટો પર લાગશે સરકારી ફી
PMO તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યું છે કે, ‘અમે નક્કી કર્યું છે કે, પ્રાયવેટ મેડીકલ કોલેજોની અડધી સીટો પર સરકારી મેડીકલ કોલેજ જેટલી જ ફી લાગશે’ સરકારના આ નિર્ણયનો ફાયદો તે ગરીબ વિદ્યાર્થીઓને થશે, જે પૈસા ન હોવાના કારણે મેડીકલનો અભ્યાસ કરી શકતા નથી.

કોલેજ વધુ ફી નહીં વસુલી શકશે
આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત સરકારે ફેબ્રુઆરીમાં આપેલા હુકમનો ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મળશે, જે ડોક્ટર બનવાનું સપનું જોય છે.

નેશનલ મેડીકલ કમિશન (NMC)એ 3 ફેબ્રુઆરીએ નોટીફિકેશન બહાર પાડ્યું છે, જે મુજબ દેશના તમામ પ્રાયવેટ મેડીકલ કોલેજોમાં 50 ટકા સીટોની ફી જે પ્રદેશમાં કોલેજ છે, તે પ્રદેશના સરકારી મેડીકલ કોલેજોની ફી જેટલી રહેશે અને પ્રાઈવેટ મેડીકલ કોલેજ કોઈ પણ રીતે અન્ય ફી ઉપરથી વસૂલ કરી શકશે નહીં.

આ આધારે મળશે ફાયદો
આની સાથે જ બાકીના પ્રાયવેટ મેડીકલ કોલેજોની 50 ટકા સીટોની ફીનો હુકમ NMC દ્વારા આપવામાં આવ્યો હતો કે, બાકી રહેલી 50 ટકા સીટોની ફી જે રાજ્યમાં મેડીકલ કોલેજ છે, તે રાજ્યની ફી રેગુલેટરી ઓથોરિટી નક્કી કરશે.

પ્રાયવેટ મેડીકલ કોલેજોની જે 50 ટકા સીટો પર સરકારી મેડીકલ કોલેજના જેટલી ફીની જોગવાઈ ભારત સરકારે કરી હતી, તેમાં નીટ પરીક્ષાની રેન્કિંગના આધારે નક્કી કરવામાં આવશે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, દેશમાં પ્રાયવેટ મેડીકલ કોલેજોમાં વધુ ફીના કારણે જે વિદ્યાર્થીઓ યુક્રેન જેવા દેશોમાં ઓછી ફી હોવાના કારણે જતા હતા, તેમની સંખ્યા ઓછી થશે અને તે વિદ્યાર્થીઓને ભારતના જ મેડીકલ કોલેજમાં શિક્ષણ મેળવી શકશે.

દેશમાં MBBSનું શિક્ષણ ખૂબ જ મોંઘુ માનવામાં આવે છે અને સરકારી કોલેજોમાં પ્રવેશ ન મળતા અનેક વિદ્યાર્થીઓ પ્રાયવેટ કોલેજની મોટી ફીના કારણે પ્રવેશ મેળવી શકતા નથી. હવે તેવા ગરીબ વિદ્યાર્થીઓને સરકારના આ નિર્ણયથી ફાયદો થશે અને પ્રાયવેટ કોલેજોમાં પણ અડધી સીટો પર સરકાર મેડીકલ કોલેજ જેટલી જ ફી લેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો