અમરેલી SP નિર્લિપ્ત રાયનો સપાટો, એક સાથે 50 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીથી પોલીસબેડામા સન્નાટો
રાજકોટ પોલીસ (Rajkot Police) કમિશન કાંડ અને ક્રાઇમ બ્રાંચ પર લાગેલા આરોપો બાદ અમરેલી પોલીસ SP નિર્લિપ્ત રાય (Amreli SP Nirlipt Rai) એક્શનમાં આવી ગયા છે અને સતત પોલીસ કર્મચારીઓ ઉપર નજર રાખી રહ્યા છે. ગેરકાયદેસર પ્રવૃતિઓ કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવશે તો SP નિરલિપ્ત રાય કાર્યવાહી કરી શકે છે. જેનો દાખલો બેસાડવા માટે SP નિર્લિપ્ત રાયે એક જ પોલીસ સ્ટેશનના 50 જેટલા પોલીસકર્મીઓની બદલી કરી નાંખી છે.
પ્રથમ વખત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓની એક સાથે બદલીથી પોલીસ બેડામા સન્નાટો છવાઇ ગયો છે. પીએસઆઇ સહિત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની બદલી કરવાની આ પ્રથમ ઘટના છે. અહીં અમરેલીના SP નિરલિપ્ત રાય દ્વારા એક સાથે 50 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. નિરલિપ્ત રાય દ્વારા અમરેલીમાં હેડક્વાર્ટર અને જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે.
જણાવી દઇએ કે, અમરેલીમાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઉપર આક્ષેપો હોવાની પણ માહિતી મળી છે. તેમજ કેટલાક ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવતા હોવાની પણ અમરેલી SP નિરલિપ્ત રાયને માહિતી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ કર્મચારીઓની એક સાથે એક જ પોલીસ સ્ટેશનમાંથી 50ની બદલી કરી દેવાના મામલે અમરેલી SP નિરલિપ્ત રાયે જણાવ્યું હતું કે, આ પોલીસ કર્મીઓ ઉપર એલિગેશન હોવાને કારણે બદલીઓ કરી દેવાય છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત પોલીસના IPS નિરલિપ્ત રાય દ્વારા ભૂતકાળમાં અનેક ખૂંખાર ગુનેગારો અને અમરેલી જિલ્લામા અસામાજિક પ્રવુતી કરનારા લોકોને પકડીને જેલ હવાલે કર્યા છે. SP નિરલિપ્ત રાય કડક હાથે કાર્યવાહી કરવાના કરાણે ગુજરાતમાં અલગ ઓળખ ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..