સરથાણા જકાતનાકા ખાતે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં 23 જીવ હોમાયા હતાં. મૃતકોમાં કોઈએ દીકરી તો કોઈએ બહેન તો કોઈએ ભાઈ ગુમાવ્યો હતો. પરંતુ નાના વરાછા ખાતે રહેતા દિલીપભાઈ સંઘાણી એ 17 વર્ષનો એકનો એક જુવાનજોધ દીકરો ગુમાવ્યો હતો. દીકરના મોતથી માતા-પિતાનું આક્રંદ ભલભલાના કાળજાને હચમચાવી મુકે તેવું હતું.
ધૂમાડો શરીરે ચોંટી ગયો
નાના વરાછાની હરેકૃષ્ણ સોસાયટીના ઘર નંબર 18માં રહેતા દિલીપભાઈ સંઘાણી કાપડની દુકાન ચલાવે છે. મૂળ જામનગર જિલ્લાના ભલસાણ ગામના વતની છે. તેમનો દીકરો મિત ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. પરિવારમાં એકનો એક જ દીકરો હતો. સિવિલ ઈજનેર બનવાની મિતની ઈચ્છા હતી. પરંતુ ક્લાસીસની આગમાં ગૂંગળાઈને તેનો મૃતદેહ ઘરે આવતાં માતા પિતા સહિત હાજર સૌ કોઈએ કાળો કલ્પાંત કરી મુક્યો હતો.
પિતાને છેલ્લે ફોન કર્યો હતો
મિતે આગ લાગ્યા બાદ પિતા દિલીપ પટેલને ફોન કર્યો હતો. જેમાં તેણે કહેલું કે પપ્પા ક્લાસરૂમનો દરવાજો બંધ છે ખુલે એમ નથી. છેલ્લે બે વાર પિતા દિલીપભાઈ સાથે મિતે વાત કરી હતી. બાદમાં ગૂંગળામણમાં તેનો અવાજ નીકળ્યો નહોતો. ધૂમાડો તેના શરીરે ચોંટી ગયો હતો.
આ પણ વાંચજો..
- પપ્પા હું બારીમાંથી કુદી જાવ છું, કહેતા જ ફોન કટ થયો તો બીજી વાર ફોન ઉપાડવા વ્હાલસોયી આ દુનિયામાં નહોતી
- સુરત: આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનું ધોરણ 12નું પરિણામ આવ્યું છે ત્યારે નિકળી તેમની અંતિમયાત્રા
- સુરતીઓ હિબકે ચડ્યાં, એક સાથે 19 બાળકોની અર્થીઓ ઉઠી, અગ્નિ સંસ્કારમાં શહેર ઉમટ્યું