વાપી તાલુકાના અને સંઘપ્રદેશની નજીક આવેલા એક ગામમાં રહેતા હિંદુ પરિવારની સગીરા સાથે બે મુસ્લિમ શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની બનેલી ઘટનામાં પોલીસે એકની ધરપકડ કરી હતી. મળતી વિગતો મુજબ પરપ્રાંતીય પરિવાર કેટલાક સમય પહેલા વતનથી ટ્રેનમાં વાપી આવી રહ્યો હતો ત્યારે આ પરિવારની 14 વર્ષીય સગીરાને ટ્રેનમાં સેલવાસના યુવાન સાથે ઓળખાણ થઈ હતી અને તે યુવાનને તેણે ચોરી છુપીથી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. તે પછી આ સગીરાએ તે મોબાઈલ નંબર ઉપર યુવાનનો સંપર્ક કરવા તક શોધતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જે બાદ ગત તારીખ 10મીના રોજ તેણી ઘરેથી નીકળી થોડે દૂર એક મટન શોપવાળા પાસે પહોંચી હતી અને તેની પાસે મોબાઈલ માંગ્યો હતો. આ વાત મટનશોપ સંચાલક ઈમરાન મુનવર અલી (ઉં.વ. 19)એ બરાબર સાંભળી હતી અને તેથી સગીરાને આ વાત બીજાને કહી દેવાની ધમકી આપી પોતાની રૂમ ઉપર લઈ જઈ તેણી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ઈમરાન અલી પોતાની સાથે છોકરીને રૂમમાં લાવ્યો હોવાનું તેની સામે રહેતો અને એક હજામનો ધંધો કરતો શખ્સ સલીમ ઉર્ફે બરકત અલીએ જાણ્યું હતું. તેથી ઈમરાન પોતે મટનશોપ ઉપર ગયો તે સમયે સલીમ ઉર્ફે બરકત અલીએ પણ ઈમરાનની રૂમમાં જઈ સગીરાને ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના બાદ ઈમરાન તે સગીરાને બીજાના ઘરે છોડી આવ્યો હતો. જોકે, સગીરા સાથે બનેલા ઘટના અંગેની જાણ થતાં તે શખ્સ સગીરાને તેના મૂળ ઘરે છોડી આવ્યો હતો.
પકડાયેલા દુષ્કર્મીને કોર્ટે કસ્ટડીમાં મોકલી આપ્યો
આ દરમિયાન જ સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ ચૂકી હતી, તેથી પોલીસે સગીરા પાસેથી હકીકત જાણીને સી.પી.આઈ.એ આરોપી ઈમરાન મુન્નવર અલી (ઉં.વ.19)ને ઝડપી પાડયો હતો. જ્યારે સલીમ ઉર્ફે બરકત અલી નાસી છૂટયો હતો. આ ઝડપાયેલા આરોપી ઈમરાનને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. પોલીસે આરોપીને નવસારી સબજેલમાં મોકલી આપ્યો છે. વાપીમાં સગીરા સાથે બનેલી આ ઘટના અંગે પોલીસે દુષ્કર્મ ઉપરાંત પોક્સોની વિવિધ કલમ મુજબનો ગુનો નોંધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..