માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: સુરતમાં ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે બંગલામાં રંગરેલિયા મનાવતો યુવક ઝડપાયો, લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો

સુરતમાં અડાજણની એક સોસાયટીના એક બંગલામાં સ્કૂલડ્રેસમાં ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે આવતા એક યુવકને સોસાયટીવાસીઓએ રંગેહાથે ઝડપી પાડી પોલીસને હવાલે કરી દીધો હતો. વિદ્યાર્થિનીનાં માતા-પિતાને તમામ હકીકતોથી વાકેફ કરતાં પરિવાર ચોંકી ગયો હતો. વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવવા બીજી સોસાયટીમાં લઈ જનારા યુવકની અડાજણ પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સોસાયટીની મહિલાઓએ બંગલામાંથી યુવક-કિશોરીને પકડી પાડ્યાં
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ યુવક બંગલામાં જ ફર્નિચર એટલે કે સુથારીકામ કરે છે. ઘણા સમયથી આ યુવક એક સ્કૂલડ્રેસમાં કિશોરીને લઈને આવતો હોય અને કલાકો બાદ બન્ને પરત ફરતાં હોય એટલે શંકા હતી. આખરે આજે આવતાં સાથે ગણતરીની મિનિટોમાં સોસાયટીની મહિલાઓ સાથે બંગલામાં ઘૂસીને એક રૂમમાંથી બન્નેને પકડી પાડ્યાં હતાં. ત્યાર બાદ બહાર લાવી સોસાયટીના પ્રમુખને બોલાવી પોલીસને જાણ કરાઈ હતી.

પોલીસ આવતાં જ યુવક ગભરાઈ જતાં ઓળખ આપી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કિશોરીને વારંવાર પૂછતાં તેણે કોઈપણ હકીકત જણાવી ન હતી. જોકે યુવક પોલીસ આવતાં જ ગભરાઈ ગયો હતો અને પોતાની ને કિશોરીની ઓળખ આપી માફ કરી દેવા વિનંતી કરતો હતો. જોકે પોલીસ આવી ગયા બાદ કિશોરી પણ તૂટી ગઈ હતી અને માતા-પિતાનો મોબાઈલ નંબર આપતાં પરિવારને જાણ કરાઇ હતી.

વિદ્યાર્થિનીને માતાએ તમાચા માર્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કિશોરીની માતા આવતાં જ ખબર પડી હતી કે કિશોરી ધોરણ-10ની વિદ્યાર્થિની છે અને યુવક એની જ સોસાયટીમાં રહે છે. ફળિયામાં રહેતી કિશોરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવતા આવા યુવકોથી સાવધાન રહેવા સમાન કિસ્સો સામે આવ્યો છે. જોકે અડાજણ પોલીસ બન્નેને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. માતાએ તો પોતાની દીકરીને જાહેરમાં જ લાફા મારી પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો