દીકરીની બહેનપણીને પિતા ભગાડી ગયો: પહેલા જ 2 લગ્ન કરી ચૂકેલો આધેડ 9માં ધોરણમાં ભણતી 14 વર્ષની કિશોરીને લઈને ફરાર થયો

રાજસ્થાનના પાલી શહેરમાં ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં 9મા ઘોરણમાં ભણી રહેલી કિશોરીને તેનો પાડોશી લઈને ભાગી ગયો છે. પરિવારને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તરત જ તેમણે ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આરોપીની પોતાની એક 12 વર્ષીય દીકરી અને 8 વર્ષનો દીકરો છે. તે ડ્રાઈવરનું કામ કરે છે, જે બીજા લગ્ન કરીને પાલીમાં રહેતો હતો. આરોપી જે કિશોરીને લઈને ભાગ્યો છે તે તેની દીકરીની બહેનપણી પણ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસ પ્રમાણે આરોપી અશોક સરગરા(38), બીંજાગુડા(મારવાડ જંક્શન)નો રહેવાસી છે. છેલ્લા 6 મહિનાથી તે ટ્રાન્સપોર્ટ નગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. જે વ્યક્તિએ અશોકને ભાડાનું મકાન અપાયુ હતું તેની જ દીકરીને પ્રેમજાળમાં ફસાવી ભાગી ગયો છે, જે 9માં ધોરણમાં ભણતી હતી.

સવારે ઉઠ્યા તો કિશોરી ગાયબ હતી
20 ઓગસ્ટ સવારે પરિવાર ઉઠ્યો તો કિશોરી ગાયબ હતી, જેથી તેમના હોંશ ઉડી ગયા હતા. તેમણે શોધખોળ ચાલુ કરી, પરંતુ તેની કોઈ જાણકારી મળી નહી. તેવામાં પડોશમાં રહેનારી અશોકની પત્ની પણ પોતાના પતિને શોધતી નજરે આવી. પૂછ્યું તો સામે આવ્યું કે પતિ રાત્રે ઘરમાં હતો, પરતું સવારે ઉઠી તો તેઓ ઘરમાં ન મળ્યો. કિશોરીના પરિવારજનોએ અશોકના મોબાઈલ પર કોલ કર્યો, પરંતુ તે સ્વિચ ઓફ મળી આવ્યો. ત્યાર પછી પરિવારજનોએ પોલીસ સ્ટેશન પહોંચી આરોપી વિરુદ્ધ કિશોરીનું અપહરણ કરવાની ફરિયાદ નોંધાવી છે.

જેણે સાથ આપ્યો તેને જ દગો આપ્યો
આરોપી અશોક સરગરા ગુમ થયેલી કિશોરીના પિતાનો મિત્ર છે. કિશોરીના પિતાએ જ તેને પાલીમાં ઘર ભાડેથી અપાવ્યું હતું. ડ્રાઇવિંગની નોકરી અપાવાનો પ્રયાસ પણ કર્યો. આરોપીએ હવે તેની સગીર પુત્રીને ભગાડી દીધી છે. આ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, આરોપીએ ભૂતકાળમાં પણ ગાંધીધામ (ગુજરાત) અને ભીમમાં આવા કાંડ કરેલા છે. થોડા મહિના પહેલા જ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

બે લગ્ન કર્યા ત્રીજીને લઈને ભાગ્યો
પોલીસ પ્રમાણે આરોપીએ એક લગ્ન પોતાના સમાજમાં કર્યા હતા ત્યાર પછી એક અન્ય યુવતીથી લવ મેરેજ કર્યા હતા. વર્તમાનમાં તે એના સાથે જ પાલીમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. આરોપી વધુ કમાતો ન હતો. તેના સાથે લવ મેરેજ કરેલી યુવતી સાથે પણ તે ઝઘડા કરતો હતો. તેની પત્ની સાથે પણ પોલીસે પૂછતાછ કરી પણ તે ક્યાં ગયો છે તેની જાણકારી પત્નીને પણ નથી.

કિશોરીને ચોકલેટ અને આઈસ્ક્રિમ ખવડાવતો હતો
આરોપીની દીકરી અને કિશોરી બંને બહેનપણીઓ હતી તેથી કિશોરી વારંવાર તેના ઘરે આવતી હતી. તેનો ફાયદો આરોપીએ ઉઠાવ્યો. તે ક્યારેક તેને ચોકલેટ તો ક્યારેક આઈસ્ક્રિમ ખવડાવતો હતો. પરિવારજનો અને આરોપીની પત્નીને કદી આ બાબતે શંકા થઈ નહોતી, કેમકે કિશોરી તેની દીકરીની ઉંમરની હતી, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આરોપીના મનમાં શું ચાલી રહ્યુ છે.

મેં તો તેની મદદ કરી અને તેણે…..
કિશોરીના પરિવારજનોની રડી-રડીને ખરાબ હાલત છે. મજૂરીનું કામ કરતા કિશોરીના પિતા પોલીસ સ્ટેશનની બહાર બેસી રડી રહ્યા હતા. તેઓએ કહ્યુ હું તો તેની મદદ કરતો હતો. ભાડાનું ઘર અપાવ્યુ, તેને નોકરી મળે તેવા પ્રયત્નો કર્યા. મારી દીકરીતો તેની દીકરીના ઉંમરની હતી. આટલુ કહેતા તો તેઓ રડી પડ્યા. જેમને આજુબાજૂ બેસેલા લોકો સાંત્વના આપતા નજરે આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો