મધ્યપ્રદેશના દેપાલપુરમાં એક ગામ છે પીર પીપળિયા. અહીં એક શહીદનો પરિવાર ઝૂંપડીમાં જિંદગી વિતાવતો હતો. પીર પીપળિયાના હવલદાર મોહન સિંહ સુનેર BSFમાં હતા. તેઓ ત્રિપુરામાં આતંકીઓનો મુકાબલો કરતી વખતે શહીદ થયા હતા. સરકારે આ શહીદના પરિવારની જરા સરખી મદદ પણ ના કરી! પરંતુ કેટલાક યુવાનોએ ભેગા મળીને 11 લાખ રૂપિયા એકત્ર કર્યા અને શહીદની વિધવા પત્ની રાજુ બાઈને સ્વતંત્રતા દિને એક સુંદર ઘર ભેટ કર્યું. યુવાનોના આ કાર્યની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
इंदौर के बेटमा गाँव के युवाओं ने शहीद के परिवार की मदद कर देशभक्ति की मिसाल कायम की है!
आप जैसे युवा ही भारत की असली पहचान हैं!
आप सभी ने सच्चे अर्थों में साबित किया है कि देश की रक्षा करते हुए अपने प्राण न्योछावर करने वाले का परिवार उसके जाने के बाद देश का परिवार बन जाता है! https://t.co/kwRgJF1KLs
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 16, 2019
ઘર બનાવ્યા બાદ સૌથી યાદગાર ક્ષણ હતી શહીદના પરિવારનો ગૃહ પ્રવેશ. જેના માટે સૌપ્રથમ યુવકોએ શહીદની પત્ની પાસે રાખડી બંધાવી. પછી તેમની હથેળીઓ જમીન પર મૂકી જેના પર ચાલીને શહીદની પત્નીએ ગૃહ પ્રવેશ કર્યો. ઉલ્લેખનીય છે કે, શહીદ મોહન સિંહનો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. કારણકે 700 રૂપિયાનું પેન્શન ઘર ચલાવવા માટે પૂરતું નહોતું.
રિપોર્ટ પ્રમાણે, શહીદના પરિવારને કોઈ સરકારી યોજનાનો લાભ મળતો નહોતો. શહીદના પરિવારની દયનીય સ્થિતિ જોઈને યુવાનોએ ‘વન ચેક વન સાઈન’ નામથી અભિયાન શરૂ કર્યું. અભિયાન સાથે સંકળાયેલા વિશાલ રાઠીએ જણાવ્યું કે, મકાન તૈયાર કરવા માટે 11 લાખ રૂપિયા એકત્ર થયા. જેમાંથી 10 લાખ રૂપિયામાંથી ઘર તૈયાર થયું. તો બાકીના 1 લાખ રૂપિયામાંથી મોહન સિંહની પ્રતિમા બનાવવામાં આવી છે. જેને પીર પીપળિયાના મુખ્ય માર્ગ પર લગાવાશે. યુવાનોની ઈચ્છા છે કે, જે શાળામાં મોહન સિંહે અભ્યાસ કર્યો તેનું નામ પણ શહીદના નામે રાખવામાં આવે. મહત્વનું છે કે, 31 ડિસેમ્બર 1992માં મોહન સિંહ શહીદ થયા હતા.
આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરજો .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.