ઝારખંડના ધનબાદ જિલ્લાના બાઘમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુ અને શિષ્ય વચ્ચે પ્રેમ થઇ જવાની ઘટના સામે આવી છે. જે પછી બંનેએ લગ્ન કરી લીધા છે. જોકે બંને અલગ-અલગ જ્ઞાતિના હોવાના કારણે આ લગ્નમાં યુવતીના પરિવારજનોની મંજૂરી મળી ન હતી. પણ પ્રેમીના પરિવારજનોએ પુત્રની પસંદનો સ્વીકાર કરી લીધો છે.
સદરયાડીહની રહેવાસી મનીષા કુમારી હરિણાના રહેવાસી રાહુલ ચૌરસિયા પાસે ટ્યૂશન જતી હતી. આ દરમિયાન બંનેને પ્રેમ થઇ ગયો હતો. જે પછી જૂન 2021માં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. જોકે કોર્ટ મેરેજની વાત બંનેએ પોતાના પરિવારને જણાવી ન હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રવિવારે પ્રેમિકા પ્રેમીના કહેવા પર ઘરેથી ભાગીને બાઘમારા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પહેલા જ પ્રેમી પોતાની માતા સાથે પહોંચ્યો હતો. બાઘમારા પોલીસને પોતાના કોર્ટ મેરેજનું પ્રમાણ પત્ર બતાવીને પ્રેમીએ સુરક્ષાની માંગ કરી હતી. પોલીસે યુવતીના પરિવારજનોને આ વાતની સુચના આપી હતી. તો યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશન પહોંચીને આ લગ્નનો વિરોધ કર્યો હતો. જોકે યુવતી પરિવાર સાથે જવા તૈયાર થઇ ન હતી.
પ્રેમી-પ્રેમિકાએ કહ્યું કે હવે બંને સાથે રહેવા માંગે છે. તેમણે લગ્ન પણ કરી લીધા છે. પોલીસને કોર્ટ મેરેજનું પ્રમાણ પત્ર બતાવ્યું હતું. તે પુખ્ય વયની છે જેથી પોતાના ભવિષ્યનો નિર્ણય પોતે લઇ શકે છે. પરિવારજનોનો વિરોધ હોવા છતા પોલીસે યુવતીને પ્રેમી સાથે તેના ઘરે મોકલી દીધી છે. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં ડ્રામા ચાલ્યો હતો.
3 બાળકની માતાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા
હરિયાણાના (haryana)સોનીપત (sonipat)જિલ્લામાં એક ક્રુર ઘટના સામે આવી છે. સોનીપત જિલ્લાના બારોટા ગામમાં 3 બાળકોની માતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. આ પછી લાશને દિલ્હી-અંબાલા રેલવે ટ્રેકના કિનારે ઝાડીઓમાં ફેંકી દીધી હતી. મૃતક બિહારનો (Bihar)રહેવાસી હતો. મૃતકના પરિવારજનોએ મામલાની ફરિયાદ બિહાર પોલીસને (Police) કરી હતી. તપાસ દરમિયાન આ વાતનો ખુલાસો થયો હતો. બિહાર પોલીસે આરોપી મહિલા અને તેના પ્રેમીને લઇને સોનીપત પહોંચી છે. આરોપીએ બતાવ્યા પછી જીઆરપીને ઝાડીઓમાંથી કંકાલ બની ચૂકેલી લાશ મળી આવી છે. જીઆરપીએ કંકાલને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આરોપી મહિલા અને તેની પ્રેમી સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..