બારેજાના પટેલ યુવાનોએ શહીદ જવાનને ઘેર જઈ રોકડ રૂ. 88888નો ફાળો આપ્યો

એક તરફ રાસજકારણીઓ પુલવામાં હુમલામાં શહીદ જવાનોના બદલારૂપે સર્જીકલ સ્ટ્રાઈકના નામે આક્ષેપો પ્રતી આક્ષેપો કરી “વોટ”ભેગા કરી રહયા છે ત્યારે બીજી તરફ યુવાનો શહીદો માટે રોકડ “નોટો”ભેગી કરી શહીદ જવાનના પરિવારને આપી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બારેજા નગરપાલિકા ના યુવાનોએ રોકડ 88888 રૂપિયાનો ફાળો એકત્ર કરી રાજસ્થાનના શેખાવત ગામના શહીદ જવાન પરેવેઝ કાંઠાત ના પરિવારને રૂબરૂ તેઓના વતન જઇ સમર્પિત કર્યો.

બારેજાના પાટીદાર યુવાનોએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી ફાળો એકત્રિત કરવા વોટ્સઅપ,ફેસબુક,બ્લેકબોર્ડ તેમજ વ્યક્તિગત સંપર્ક દ્વારા કમર કસેલી જે થકી જનસમુદાય તરફથી દસ ,વીસ, પચાસ,સો, પાંચસો હજાર સુધીની રકમ વ્યકિતગત મળતી હતી અંતે કુલ ફાળો 88888 એકત્રિત થયો હતો. બાદ તેઓને જાણવા મળ્યું કે પુલવામા શહીદો ને અઢળક ફાળો મળ્યો છે આથી આ એકત્રિત થયેલ ફાળો દેશના સૈન્યના અન્ય કોઈ શહીદ જવાનને આપવાનું નક્કી કર્યું હતું.

ફાળો એકત્રિત કરવા વોટ્સઅપ,ફેસબુક,બ્લેકબોર્ડ તેમજ વ્યક્તિગત સંપર્ક દ્વારા કમર કસેલી.

30 માર્ચના રોજ LOC ઉપર પેટ્રોલિંગ દરમ્યાન પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં રાજસ્થાનના શેખાવાસ ગામના પરવેઝ કાંઠાત શહીદ થયા હતાં બારેજા ના યુવાનોએ આ 88888 રૂપિયાનો રોકડ ફાળો શહીદ જવાનના રાજસ્થાન ગામે જઈ આપવા માટે નક્કી કર્યું અને ગામના પ્રિતેશ પટેલ ચેતન પટેલ સમીર પટેલ તથા ચેતન પટેલ શહીદ જવાનની પત્નીને હાથોહાથ છ એપ્રિલના રોજ ફાળો આપી આવ્યા.

ચારેય ભાઈ અને ગામના 80 ટકા લોકો આર્મીમાં

જ્યારે બારેજાના યુવાનો રૂબરૂ શહીદ પરિવારને ફાળો આપવા ગયા ત્યારે જાણ થઈ કે શહીદ પરિવારના ચાર ભાઈઓ આર્મીમાં છે અને ગામના એસી ટકા લોકો પણ આર્મીમાં છે.

આવી સેવાકીય પ્રવૃત્તિને લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો.. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો