ભેદી રીતે ગુમ માંગરોળના શેરિયાજનો યુવક 7 વર્ષે આધારકાર્ડ પરથી મળ્યો, સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના ફાઇનલ યરમાં ભણતો હતો ત્યારે ATKT આવતાં નાસી ગયો હતો

સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજના ફાઇનલ યરમાં ભણતા માંગરોળ તાલુકાના શેરિયાજના યુવાનને બીજા વર્ષમાં એટીકેટી આવી હતી. આથી હતાશામાં તેણે હોસ્ટેલ છોડી મુંબઇની વાટ પકડી લીધી હતી. તે ભેદી રીતે ગુમ થયાની નોંધ પોલીસમાં થઇ હતી. આખરે 7 વર્ષે પોલીસની મદદથી મુંબઇમાંથી તેનો પત્તો લાગ્યો હતો.

માંગરોળના શેરિયાજના ખેડુત નરેશભાઈ મકવાણાનો પુત્ર મોહિત 7 વર્ષ પહેલાં સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડીકલ કોલેજમાં એમબીબીએસના ફાઈનલ યરમાં ભણતો હતો. પરંતુ બીજા વર્ષમાં એટીકેટી આવતાં તે ઉદાસ અને ગુમસુમ રહેવા લાગ્યો હતો. દરમ્યાન એટીકેટીની પરીક્ષાના ગણતરીના દિવસો પહેલાંજ તે ભેદી રીતે ગુમ થયો હતો. પોલીસ અને પરિવારજનોની શોધખોળની લાખ કોશીષ બાદ પણ તે ભાળ નહોતી મળી. દરમ્યાન માંગરોળ પોલીસને આધારકાર્ડ પરથી તેના બેંક એકાઉન્ટ નંબર મળતાં તેના મોબાઈલ નંબર અને મુંબઈનું એડ્રેસ મેળવવામાં સફળતા મળી હતી.

અગાઉ સીઆઇડી ક્રાઇમમાં 3 વર્ષ સુધી આ કેસની તપાસ કરનાર માંગરોળના ડીવાયએસપી જે. ડી. પુરોહિત આ હકીકતથી વાકેફ હતા. આથી તેઓએ જૂનાગઢ એસપી રવિતેજા વાસમશેટ્ટીને જાણ કરી મુંબઈ ક્રાઈમબ્રાંચ સાથે સંકલન કરી મોહિતના પરિજવારનોને મુંબઈ રવાના કર્યા હતા. મુંબઈના ઉલ્હાસનગર પોલીસે મોહિતના લોકેશનની જાણકારી મેળવી પરિવારજનો સાથે મોહિતના ફ્લેટે પહોંચી હતી. 7 વર્ષ બાદ મોહિતને જોઈ પરિવારજનો આંસુ રોકી શક્યા ન હતા. આ સમયે પોલીસકર્મીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. મોહિતને પરિવારજનો હેમખેમ માંગરોળ પરત લાવ્યા હતા.

મુંબઇમાં ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો
મોહિત કલ્યાણના એક મોલમાં નોકરી કરતો હતો. ત્યારે ત્યાં કામ કરતા સલીમ શેખ સાથે તેની ઓળખાણ થઈ હતી. સલીમ અને તેમના પત્ની રેશ્મા નિ:સંતાન હોઇ તેઓએ તેને દિકરાની જેમ સાચવ્યો હતો. તેના ફ્લેટમાં જ મોહિત રહેતો હતો. તેને કોઈ મિત્ર કે ભાઈબંધ ન હતા. છેલ્લે તે ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો