રાજકોટના યુવકે 1000 માસ્કનું વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી

ઘણા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી અનાથ આશ્રમમાં બાળકોને કે ઘરડા ઘરમાં વૃદ્ધોને ભોજન કરાવીને, ગરીબોને કે ગૌશાળા દાન કરીને કરતા હોય છે. પરંતુ રાજકોટના એક યુવકે પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. રાજકોટના યુવકે પોતાના જન્મદિવસની ઉજવણી કરવા જન્મદિવસના આગળના દિવસે લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું. લોકોને માસ્કનું વિતરણ કરનારા યુવકનું નામ મનીષ પટેલ છે. મનીષ પટેલે તેના જન્મદિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરવાનો વિચાર કર્યો હતો. તેથી તેણે ફ્રેન્ડ સર્કલમાં આ વાત કરી અને તમામ મિત્રોના અભિપ્રાય લીધા હતા.

અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હાલ કોરોના વાયરસના ભયના કારણે મેડિકલ સ્ટોરમાં માસ્કની તંગી છે અને લોકોને માસ્ક મેળવવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી જન્મદિવસની ઉજવણી માસ્ક વિતરણ કરીને કરવામાં આવે. મનીષ પટેલે એક હજાર માસ્કની ખરીદી કરીને મિત્રોની સાથે જન્મદિવસના આગળના દિવસે રાજકોટના પેડક રોડ પર એક હજાર લોકોને કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે ફ્રીમાં માસ્ક આપ્યા હતા.

કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી ઘણા લોકોના મોત પણ નીપજ્યા છે. ભારતમાં પણ ત્રણ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત નીપજ્યા છે, ત્યારે સદનસીબે ગુજરાતમાં એક પણ કેસ પોઝીટીવ આવ્યો નથી. ત્યારે ગુજરાતમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા શાળા, કોલેજો, મલ્ટીપ્લેક્સ, મોલ, પર્યટક સ્થળો બે અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો