કરુણ ઘટના! LRDની ભરતીમાં દોડની પ્રક્રિયામાં યુવક જિંદગીની ‘રેસ’ હારી ગયો, ખેડા કેમ્પમાં દોડ પુરી કરી રૂમમાં સુતો પછી ઉભો જ ન થયો

સમગ્ર રાજ્યમાં હાલ તબક્કાવાર લોક રક્ષક દળની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લામાં ખેડા કેમ્પ ખાતે આજે આ ભરતી પ્રક્રિયામાં આવેલ 19 વર્ષિય યુવકનું રૂમ પર આકસ્મિક મોત થતાં ચકચાર જાગી છે. મિત્રો સાથે આવેલ યુવાન પોતાની દોડની પ્રક્રિયા પૂર્ણ કરી રૂમ પર સૂઈ ગયા બાદ તે ઉઠ્યો નહોતો. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે (kheda town police) અપમૃત્યુની નોંધ કરી છે.

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કોતરા ગામે રહેતો 19 વર્ષીય બામણીયા નરેન્દ્ર ગલાભાઈ ગતરોજ સમીસાંજે પોતાના 3 મિત્રો સાથે લોક રક્ષક દળની ભરતીની પ્રક્રિયા માટે ખેડા ખાતે આવ્યો હતો. જ્યાં ખેડા કેમ્પ ખાતે રૂમની સુવિધા ઊભી કરાઈ હતી. વજેસિંહ શિવસિંહ રાઠોડની ત્યાં નરેન્દ્ર અને તેના મિત્રો રૂમ પર રોકાયા હતા.

વહેલી સવારે નરેન્દ્ર દોડની પ્રક્રિયામાં પણ ભાગ લીધો જે બાદ નરેન્દ્ર એ ગ્રાઉન્ડના લગભગ ત્રણ ચક્કર પણ લગાવ્યા આ પ્રક્રિયા પૂર્ણ કરી તે પોતાની રૂમ પર આવ્યો હતો. તો તેના અન્ય મિત્રોની આ દોડની પ્રક્રિયા બાકી હોવાથી તેઓ ગ્રાઉન્ડ પર હતા. નરેન્દ્ર પોતાની રૂમ પર આવી સૂઈ ગયો હતો.

તેના મિત્રો પરત રૂમ પર આવી તેને જગાડતા નરેન્દ્ર જાગ્યો નહતો. જે બાદ તપાસ તબીબની ટીમે તપાસ કરતાં મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આથી આ અંગે ખેડા ટાઉન પોલીસે આશીષ રતનભાઈ ગરાસિયાની જાણને આધારે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ઉલ્લેનીય છે કે થોડા દિવસ પહેલા અરવલ્લિ જિલ્લામાં પણ લોક રક્ષક દળની પરીક્ષા આપવા જતાં એક ઉમેદવારનું પરીક્ષા આપે તે પહેલાં જ મોત થયું છે. આ દુઃખદ બનાવ અરવલ્લી જિલ્લાના બાયડના સરસોલી ખાતે બન્યો હતો. અહીં એક પરીક્ષાર્થીનું બાઇક ઝાડ સાથે અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

મળતી માહિતી પ્રમાણે રવિવારે યોજાયેલી લોક રક્ષક દળની પરીક્ષા માટે માલપુરના મગોડી ગામનો વિપુલ ખાંટ નામનો યુવક બાઇક પર સવાર થઈને કપડવંજ જઈ રહ્યો હતો. આ દરમિયાન બાયડના સરસોલી ગામ ખાતે તેનું બાઇક એક ઝાડ સાથે ટકરાયું હતું.

બાઇક ઝાડ સાથે અથડાયા બાદ વિપુલના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદમાં તેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં એલઆરડીની પરીક્ષા માટે કોઈ જ કેન્દ્ર આવ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો