ગોંડલના વાછરા ગામમાં રહેતા અમુલ જેતાણી નામના યુવાને પોતાના દીકરા જશ્નનો પ્રથમ જન્મદિવસ અનોખી રીતે જ ઉજવ્યો હતો. દીકરાના જન્મદિવસમાં ઝાકમઝોળ કરવાને બદલે કડકડતી ઠંડીમાં ઠુઠવાતા ઝુપડપટ્ટીમાં રહેતા અને રસ્તા પર રહેતા અને ખુલ્લામાં સૂતા લોકોમાં ગરમ ધાબળાનું વિતરણ કરી અન્ય લોકોમાં પ્રેરણા પૂરી પાડી છે.
- પતિ-પત્નીએ ખુલ્લામાં સૂતા લોકોમાં ધાબળા વિતરણ કર્યા
સમાજમાં અલગ પ્રેરણા પૂરી પાડી
અમુલ જેતાણી અને તેમના પત્ની જલ્પાબેને ગોંડલમાં આવેલા રામજી મંદિર, રેલવે સ્ટેશન પર રહેતા અને ખુલ્લામાં સૂતા વયોવૃદ્ધ ઉંમરના લોકોમાં ધાબળાનું વિતરણ કર્યું હતું. પતિ-પત્ની બંનેએ 15 ધાબળા વિતરણ કરી દીકરા જશ્નનો જન્મદિવસ ઉજવતા સમાજમાં અલગ જ પ્રેરણા પૂરી પાડી છે.
કેવી રીતે વિચાર આવ્યો
અમુલ જેતાણીના જણાવ્યાનુસાર મારા દીકરા જશ્નનો પહેલો જ જન્મદિવસ હોય અમે પતિ-પત્ની અને પરિવારજનોએ નક્કી કર્યું હતું કે, પાર્ટી કરવાને બદલે હાલ ઠંડીની મોસમ હોય બહાર સૂતા લોકો ઠુઠવાતા હોય છે. આથી તેમના પ્રત્યે આપણે કરૂણા દાખવી દાબળાનું વિતરણ કરીએ તો કેવું રહે. આ વાત મારી પત્ની જલ્પાએ સ્વિકારી લીધી હતી અને અમે બંનેએ ધાબળા વિતરણ કર્યા હતા.
પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.