ભૂજના યુવકે કર્યો નવતર પ્રયોગ: કોરોનાની મહામારી વચ્ચે દુકાનનો ખર્ચ બચાવવા બનાવ્યું હરતું-ફરતું સલૂન

કોરોનાની મહામારી વચ્ચે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ ગઈ છે. લોકડાઉન અને કોરોનાની બીજી લહેરના કારણે ધંધાઓ બંધ થતા લોકો પર ખર્ચનું ભારણ વધ્યું હતું. એક તરફ આવક ઝીરો હતી અને બીજી તરફ જીવન જરૂરી ખર્ચ કરવા પડતા હતા. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે એક યુવકે દુકાનભાડું બચાવવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે. આ યુવકે એક હરતું, ફરતું ટેક્ષી સલૂન બનાવ્યું છે. યુવકે દુકાનના ભાડાથી બચવા માટે અપનાવેલા આ નવતર પ્રયોગને લઈને લોકો પણ તેની પ્રસંસા કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન આપ્યું હતું. લોકડાઉનમાં મોટા ભાગના ધંધા ઉદ્યોગ બંધ થઇ ગયા હતા. આ ઉપરાંત બીજી લહેર દરમિયાન પણ અનેક લોકોની જીંદગી બદલાઈ ગઈ છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે આર્થિક સંકડામણમાં આવેલા ભૂજના એક યુવકે પોતાના હેર સલૂનના ભાડાથી બચવા માટે એક હરતું ફરતું સલૂન બનાવ્યુ. ભૂજના અમીરચંદ નાઈએ એક છોટાહાથીમાં પોતાનું સલૂન શરૂ કર્યું. હવે તે આ સલૂનને કોઈ પણ જગ્યા પર સરળતાથી લઇ જઈ શકે છે અને કોઈ પણ જગ્યા પર રોજગારી મેળવી શકે છે. અમીરચંદ નાઈ બનાસકાંઠાના દિયોરાનો વતની છે. લોકડાઉનમાં તેની દુકાન બેથી ત્રણ મહિના બંધ રહી હતી અને તેનું ભાડું તેને ભરવું પડ્યું હતું. તેથી તેના પર દોઢ લાખ જેટલૂ દેવું થઇ ગઈ હતી.

કોરોનાની બીજી લહેર દરમિયાન પણ તેની દુકાન બંધ રહી હતી અને દુકાનનું ભાડું ચઢી ગયું હતું. તેથી તે દેવાદાર બની ગયો. જેથી તેને દુકાન બંધ કરી દીધી. એક દિવસ તેને હરતું ફરતું સલૂન કરવાનો વિચાર આવ્યો અને તેને એક છોટાહાથીમાં 2.70 લાખ રૂપિયાના ખર્ચે સલૂન તૈયાર કર્યું. અમીરચંદ નાઈએ પોતાના આઈડીયાથી હરતું-ફરતું સલૂન શરૂ કરીને દુકાન ભાડાનો ખર્ચ બચાવ્યો છે. અમીરચંદ આ કાર સલૂનની મદદથી અન્ય જગ્યા પર જઈને પણ તે લોકોના વાળ કાપી શકે છે અને દાઢી કરી શકે છે.

અમીરચંદે તેના સલૂનમાં બે ખૂરશી, પંખો, બારી, અરીસો સહિતની તમામ વસ્તુઓ ફીટ કરી છે. જે પ્રકારે કોઈ વ્યક્તિ દુકાનમાં પોતાનું સેટઅપ કરે તે પ્રકારે અમીરચંદે પોતાની સુજ્બુજથી આ કાર સલૂનનું સેટઅપ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો