વડોદરાની આ યુવતી ગરીબ અને મધ્યમ વર્ગની 10 હજારથી વધુ દીકરીઓની રૂ. 1 કરોડની ફી ભરશે, 151 દીકરીઓની ફી ભરવાથી શરૂઆત કરી હતી આજે 34 હજારથી વધુની ફી ભરે છે

છેલ્લા 10 વર્ષથી મધ્યમ અને ગરીબ પરિવારની દિકરીઓની સ્કૂલ ફી ભરતી સામાજીક કાર્યકર નિશિતા રાજપૂતે નવા શૈક્ષણિક વર્ષમાં 1 કરોડ રૂપિયાની સહાય કરવાનો લક્ષ્યાંક રાખી પાર કર્યો છે. 10 વર્ષ પહેલા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સાથે સ્કૂલ ફી ભરવાની કામગીરીનો આરંભ થયો હતો. 151 છોકરીઓની ફી ભરવાની યાત્રા સાથે શરૂ થયેલા અભિયાન માં આજે 34500 છોકરીઓની 3 કરોડ 80 લાખ રૂપિયા ફી ભરવામાં મદદ થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

1 કરોડ દીકરીની ફી ભરવાનો લક્ષ્યાંક
સામાજીક કાર્યકર નિશિતા રજપૂતે જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોના મહામારીમાં 55 લાખ ફી ભરવામાં મદદ કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં શહેરની સામાજીક કાર્યકર્તા નિશિતા રજપૂત મધ્યમ અને ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓની વ્હારે આવી છે. આ વર્ષે પણ 10 હજારથી વધુ દીકરીઓની 1 કરોડ જેટલી ફી ભરવાનો લક્ષ્યાંક છે. નિશિતાએ જણાવ્યું હતું કે દાતાઓ રૂ.1000નો એકાઉન્ટ પેઇ ચેક મેળવીને સ્કૂલમાં જમા કરાવું છું. જે દાતાઓ ચેક આપે છે તેમને વિદ્યાર્થીઓના ફોટો, રિઝલ્ટની ઝેરોક્ષ, તેના માતાપિતાની વિગત, ચેકની ઝેરોક્ષ સંપૂર્ણ માહિતી પહોંચતી કરવામાં આવે છે. જેથી દાતાને ખ્યાલ આવે કે તેઓ કઇ દિકરીને ભણાવે છેે.

ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલ ફોન આપ્યા
હાલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓને નવા મોબાઇલ ફોન પણ અપાયા હતાં તથા વિદ્યાર્થીનીઓના બેન્કના ખાતામાં 5 હજારની ફીકસ ડિપોઝીટ પણ મૂકવામાં આવી હતી. તેમના દ્વારા વુમન એમ્પારમેન્ટ માટે બહેનોને રોજગારી પુર પાડવામાં આવે છે. ચાર વર્ષથી પાછલી ઉંમરે સાથી વિહોણું જીવન જીવતા એકલવાયા વૃધ્ધોને નિ:શુલ્ક ટિફિન સેવા પૂરી પાડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો