રશિયા સતત યુક્રેન પર હુમલો કરી રહ્યું છે, તેવી સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને યોગ્ય સમયે ન કઢાતા અને હાલમાં પણ થઇ રહેલા વિલંબ પર વિપક્ષ પાર્ટી કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે સરકાર પર નિશાનો સાધ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર ‘પ્રભાવી પગલાંઓ ન ભરવાનો’ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આ ‘કાર્યવાહીમાં લાપતા’ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમજ, તૃણમુલ કોંગ્રેસના યશવંત સિંહાએ કહ્યું કે, ‘આ સરકાર 18,000 લોકોને કાઢી શકતી નથી, જ્યારે 1990માં ખાડી યુદ્ધ દરમિયાન ભારતે સફળતાપૂર્વક પોતાના નાગરિકો માટે મોટું અભિયાન ચલાવ્યું હતું.’
અટલ બિહારી વાજપેયી સરકારમાં વિદેશ મંત્રી રહેલા યશવંત સિંહાએ કહ્યું કે, ‘યુક્રેનમાં ફસાયેલા લોકોની સંખ્યા અંદાજે 18,000 જ છે, જ્યારે ભૂતકાળમાં ભારત દ્વારા કરવામાં આવેલા એરલિફ્ટ્સની તુલનામાં આ સંખ્યા બહુ મોટી નથી. ભારતે વર્ષ 1990માં ઓગષ્ટથી ઓક્ટોબરની વચ્ચે કુવેતથી 1,70,000 લોકોને બહાર કાઢ્યા હતા, તે સમયે અભિયાનની જવાબદારી પૂર્વ વડાપ્રધાન ઇન્દર કુમાર ગુજરાલ રાખતા હતા. જે-તે સમયે વિદેશ મંત્રી હતા.’
યશવંત સિંહાએ વધુમાં કહ્યું કે, યુપીમાં હાલમાં ચૂંટણી છે અને આ તકનો ઉપયોગ કરીને આ પ્રચાર કરવો કે, ભારત સરકારે શાનદાર કામ કર્યું છે… કોઈ મોટું નુકશાન નથી થયું. યુપીની ચૂંટણી રેલીઓમાં વડાપ્રધાને આના વિશે વાત કરવી યોગ્ય નથી, આ તો સરકારની ફરજ છે. સરકારને એ વાતની જાણ હતી કે, સંકટ આવવાનું છે, તેણે ભારત આવવા ઈચ્છતા નાગરિકો માટે સમય પર જ યોગ્ય પગલાંઓ ભરવા જોઈતા હતા, જ્યારે યુક્રેનનું એર સ્પેસ ખુલ્લું હતું.
સિંહાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, હવાઈ ક્ષેત્ર બંધ થયા પછી યુક્રેનમાં આપણા દૂતાવાસને વિદ્યાર્થીઓને બસ અથવા જે પણ પરિવહન ઉપલબ્ધ હતું, તેનાથી વહેલી તકે પાડોશી દેશો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની જરૂર હતી. સરકારે એક આકસ્મિક યોજનાની સાથે તૈયાર રહેવું જોઈએ. હવે ચાર મંત્રીઓને યુક્રેનની સીમાથી જોડાયેલા દેશોમાં મોકલવાની વાત થઇ રહી છે, આ પહેલા જ કરવાની જરૂર હતી.
છેલ્લાં કેટલાક દિવસોમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે, ભારતીય વિદ્યાર્થીઓને રોમાનિયા અને પોલેન્ડની સીમાઓ પર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓએ એવો દાવો કર્યો છે કે, તેમનામાંથી અનેકોને મારવામાં આવ્યું હતું અને આજે તેઓ ચાલતા-ચાલતા સીમાઓ પર પહોંચ્યા, ત્યારે તેમને સીમા પાર કરવાની મંજૂરી નથી મળી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..