ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ 2.0 સરકારે સત્તા સંભાળતાની સાથે ફરી એકવાર જિલ્લાઓના નામ બદલાવાની તૈયારી શરૂ કરી દીધી છે. જાણવા મળેલી માહિતી મુજબ યોગી સરકાર 12 જિલ્લાના નામ બદલી નાંખશે. આમ તો 12 જિલ્લાના નામ બદલવાના છે, પરંતુ અત્યારે 6 જિલ્લાના બદલવાની માંગ કરવામાં આવી છે, જેમાં અલીગઢને હરિગઢ કે આર્યગઢ, ફરૂખાબાદને પાંચાલ નગર, સુલતાનપુરને કુશભવનપુર, બદાયૂને વેદ મઉ, ફિરોઝાબાદને ચંદ્રનગર, શાહજહાંપુરને શાજીપુર તરીકે કરવામાં આવશે.
ગોરખપુરના સાંસદ હતા ત્યારે યોગીએ ઉર્દૂ બજારનું નામ હિંદી બજાર, હુમાયુપુરનું નામ હનુમાન નગર, મીનાબજારનું નામ માયાબજાર અને અલીનગરનું નામ બદલીને આર્યનગર કરી દીધું હતું.મુખ્યમંત્રી તરીકેના તેમના પહેલાં કાર્યકાળમાં મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને પંડિત દિનદયાળ ઉપાધ્યાય કરી દીધું હતું. તો ઇલાહાબાદનું પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દેવામાં આવ્યું હતુ.
એ સવાય બાકીના જે 6 જિલ્લા છે તેમાં મૈનપુરીનું નામ બદલીને મયાન પુરી, સંભલનું નામ બદલીને પૃથ્વીરાજ નગર, દેવબંદનું નામ બદલીને દેવવૃંદપુર, ગાજીપુરનું નામ બદલીને ગઢીપુરી, ઉપરાંત કાનપુર અને આગ્રાનું પણ નામ બદલાશે.
સુત્રોના જણાવ્યા મુજબ લગભગ 6 જિલ્લા એવા છે કે જેના પર આંતરિક સહમતિ થઇ ગઇ છે અને મંજૂરીની મહાર મારી દેવામાં આવી છે. વધુ નક્કર ઐતિહાસિક પુરાવા સાથેની દરખાસ્ત આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરવા માટે તૈયાર છે.
આગ્રા કોલેજના પ્રોફેસર,અરૂણોદય વાજપેયીએ કહ્યુ હતું કે સરકારની પહેલી પ્રાથમિકતા રોટી અને રોજગાર હોવી જોઇએ એ પછી ઇતિહાસની ભૂલો સુધારવામાં આવતે તો વધારે લોજિકલ લાગતે.
BHUના આસિ. પ્રોફેસર ડો. અમરનાથ પાસવાનનું કહેવું છે કે નામ બદલવાના કામ અગાઉની સરકારો પણ કરી ચૂકી છે, પરંતુ વર્તમાન સરકારે બધી મર્યાદાઓને બેકાર સમજીને આ કામ કર્યું છે. એક રીતે ઇતિહાસને તોડીમરોડીને લખવામાં આવી રહ્યો છે.
શહેરો કે જિલ્લાના નામ બદલવા માટે એક પ્રક્રિયા હોય છે. જે મુજબ ઐતિહાસિક પુરાવા સાથે સરકારને દરખાસ્ત મોકલવી હોય છે. કેબિનેટની મંજૂરી પછી વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. રાજ્ય સરકાર વિધાનસભામાં પ્રસ્તાવને મંજૂર કર્યા પછી રાજ્યપાલ પાસે મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલ સંમતિ આપે પછી નોટિફેકશન માટે કેન્દ્રના ગૃહ મંત્રાલયને મોકલવામાં આવે છે. ગૃહ મંત્રાલય સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..