કમરના દુખાવાને જડમૂળથી મટાડવો હોય તો આ યોગાસન છે તેનો અકસીર ઈલાજ, નિયમિત રીતે કરવાથી મળશે રાહત

બેઠાડું જીવનના કારણે નાના-મોટા બધાને કમરના દુખાવાની તકલીફ થવા લાગી છે. દેશની કુલ વસ્તીના 40 ટકા લોકો આ બીમારીથી પીડાય છે. કમરના દુખાવા માટે કેટલાક લોકો માલિશ અથવા તો પછી એક્યુપંક્ચરનો સહારો લેતા હોય છે. આ બધુ કરવા કરતાં કમરના દુખાવાને જડમૂળથી મટાડવો હોય તો યોગાસન તેનો અકસીર ઈલાજ છે. કેટલાક એવા સરળ યોગાસન છે જે નિયમિત રીતે કરવાથી રાહત મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બાળાસન

બાળસાન કરોડરજ્જુને લાંબા કરીને પીઠના નીચેના ભાગમાં દબાણ લાવે છે, જે કમરના દુખાવાને ઓછો કરે છે. બાળાસન કરવાથી તમે આરામ કરી રહ્યા હોવ તેવો અનુભવ થશે, પરંતુ આનાથી એક સર્કિય ખેંચાણ મળે છે. આખો દિવસ કામ કરીને થાકી ગયા હો તો રાત્રે સૂતા પહેલા આ આસન ભૂલ્યા વગર કરો.

માર્જરાસન

માર્જરાસન પીઠના નીચેના ભાગમાં કોઈપણ પ્રકારના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. આ આસનથી કરોડરજ્જુની ગતિશીલતા વધે છે. આ આસનથી પીઠની માંસપેશિઓ ઢીલી બને છે અને કમરનો દુખાવો દૂર થાય છે.

અધોમુખ શ્વાન આસન

અધોમુખ શ્વાન આસન કમરના દુખાવાને ઠીક કરવા માટે એક યોગ્ય આસન છે. આ આસનથી તમારા કરોડરજ્જુના હાડકાં પૂરી રીતે સીધા થાય છે. આ યોગથી આખું શરીર સ્ટ્રેચ થાય છે જેની સીધી સકારાત્મક અસર કમરના દુખાવા પર પડે છે. આ આસન બે-ત્રણ મિનિટ સુધી કરવાથી ફાયદો થશે.

ઉત્તાનાસન

ઉત્તાનાસન હેમસ્ટ્રિંગ, સાથળ અને હિપ્સમાં ખેંચાણ ઊભું કરે છે જે કમરના દુખાવામાં આરામ આપે છે. આ આસનથી ખેંચાણ પીઠ તરફ ફેલાઈ છે અને કરોડરજ્જુને લાંબું કરે છે. આ આસન કરવાથી જાંઘ અને ઘૂંટણ મજબૂત થવાની સાથે-સાથે થાક અને ચિંતામાં પણ ઘટાડો થાય છે.

નોંધઃ આ આર્ટિકલમાં આપવામાં આવેલી ટિપ્સ અને સલાહ માત્ર જાણકારી માટે છે. જો તમને શરીરમાં કોઈ તકલીફ હોય તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ આસન શરૂ કરવા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો