શહેરમાં આઇ-વે પ્રોજેક્ટ શહેરની સુરક્ષા માટે મૂકવામાં આવેલા કેમેરાનો ઉપયોગ આજકાલ હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનમાલિકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. પરંતુ આઇ-વે પ્રોજેક્ટ રોંગ-વે પર જઇ રહ્યો હોય તેમ કારચાલકને હેલ્મેટ ન પહેર્યાનો ઇ-મેમો મોકલી આપ્યો છે. આ ઉપરાંત એક સ્કૂટર માલિકના બદલે અન્ય સ્કૂટર માલિકને ઇ-મેમો મળ્યો છે. આડેધડ વાહનચાલકોને ઇ-મેમો મોકલવામાં આવી રહ્યા હોવાથી વાહનચાલકોમાં રોષની લાગણી ફેલાઇ રહી છે.
દરરોજ 2500થી વધુને ઇ-મેમો મોકલાઈ છે
આઇ-વે પ્રોજેક્ટ હેઠળ એક મનપા અને એક પોલીસ કમિશનર કચેરી ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક પોલીસ આઇવે કેમેરાનો ઉપયોગ દંડ કરવા માટે કરી રહ્યું છે. દૈનિક 2500થી વધુ વાહનચાલકોને ઇ-મેમો મોકલવામાં આવી રહ્યો છે. દંડની વસૂલાતની કામગીરીમાં પોલીસ આડેધડ કામગીરી કરી રહ્યું છે. નાણાવટી ચોક ખાતે હોન્ડા અમેઝ કાર GJ03 HR 1549ના માલિક દિવ્યેશભાઇ પસાર થયા હતા. તે સમયે આઇ-વેના કેમેરાથી ફોટો પાડવામાં આવ્યો હતો અને તેની સાથે સ્કૂટર ચાલકને હેલ્મેટનો ઇમેમો મોકલવામાં આવ્યો છે તેમાં હું અને મારું સ્કૂટર નથી છતાં મારી ઘરે શા માટે મેમો આવ્યો. જવાબમાં અધિકારીએ કહ્યું, ભૂલથી આવી ગયો હશે તે રદ કરી આપશું.
ઓટો હોવાથી કારચાલકને મેમો મોકલી દીધો
આઇ-વે પ્રોજેક્ટ હેઠળ શહેરનાં અલગ અલગ ચોકમાં રહેલા કેમેરાની મદદથી ફોટો પાડી હેલ્મેટ પહેર્યું છે કે નહીં, સીટ બેલ્ટ બાંધ્યો છે કે નહીં, નો પાર્કિંગમાં વાહન પાર્ક કર્યું હોય તો તેમને દંડનો ઇ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ ઓટો સિસ્ટમ હોવાથી કારચાલકને હેલ્મેટનો ઇ-મેમો મોકલી દેવામાં આવ્યો છે. -બી.એ.ચાવડા, ટ્રાફિક એસીપી
દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..