વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે તક્ષશિલા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 22 બાળકોની કાયમી યાદગીરી રૂપે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

કતારગામમાં વિદ્યાર્થીઓની યાદ જીવંત રાખવા માટે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

વિદ્યાર્થીઓને વૃક્ષો થકી જીવિત કરાશે.

તક્ષશિલા એપાર્ટમેન્ટ માં લાગેલી આગને કારણે 22 જેટલા વિદ્યાર્થીઓ નું મૃત્યુ થયું હતું. તેઓને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે કતારગામ પણ પાછળ રહ્યુ નથી. વિદ્યાર્થીઓના નામે વૃક્ષો વાવવામાં આવ્યા હતા દેશી કુળના ઝાડ જેવા કે લીમડો ,પીપળો ,બોરસલ્લી, સપ્તપર્ણી જેવા વૃક્ષો એટલા માટે રો૫વામાં આવ્યા હતા કે તેમનું આયુષ્ય લાંબુ હોય છે અને જે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે તેમના નામ ને અમર કરવા માટે આ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

વર્તમાન સમયમાં જંગલોનું નિકંદન કાઢી લીલા વૃક્ષોનું કટીંગ કાર્ય પૂરજોશમાં કેટલાક લોકો દ્વારા કરાઇ રહ્યું છે ,જેને લઈ પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે અને તેને પગલે ગ્લોબલ વોર્મિંગની અસરો હવે અવનવી કુદરતી આફતો ના રૂપમાં જોવા મળી રહે છે.ત્યારે લક્ષ્મીનારાયણ ગ્રુપના વિજય ઈટાલીયા, રવિ ગઢીયા, રાજેશ કળથીયા, કલ્પેશ શેટા તથા લક્ષ્મીનારાયણ મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો હતો.

વિજય ઈટાલીયા નું કહેવું છે કે આપણે આપણા બાળકોની ભવિષ્યની ચિંતા કરીને તેને સારું પર્યાવરણ પૂરતો ઓક્સિજન પૂરતું પાણી મળી રહે તે દિશામાં આગળ કામ કરવું જોઈએ અને વધુને વધુ વૃક્ષો વાવવા જ જોઈએ. આપણે એક એવો સંકલ્પ કરીએ કે આપણા પરિવારના સભ્ય નો જન્મદિવસ મેરેજ એનિવર્સરી ,સ્વજનની વાર્ષિક પુણ્યતિથિ ના દિવસે વૃક્ષારોપણ કરીએ એ દિવસ તમને જીવંત પર્યંત યાદ રહેશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો