ગાંધીનગરમાં માથાભારે બુટલેગરના ઘર પર મહિલા પોલીસ ત્રાટકી, 40 બોટલ દારૂ ઝડપી પાડનાર મહિલા પોલીસની કામગીરીની SPએ નોંધ લીધી

મહિલાઓ પણ પોલીસ ખાતામાં પુરુષ કર્મચારીઓની જેમ જ સક્રિય કામગીરી કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ લોકલ ક્રાઇમ બ્રાંચની મહિલા ટીમે પૂરું પાડ્યું છે. આ મહિલા ટીમે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સેકટર – 15 ફતેપુરામાં માથાભારે બુટલેગરનાં ઘરે ત્રાટકીને 40 બોટલ દારૂ ઝડપી લેતા પોલીસ વડાએ પણ મહિલા ટીમની કામગીરીને બિરદાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સામાન્ય રીતે પોલીસ ખાતામાં મહિલાઓને ઓફિસ વર્કની કામગીરી સોપવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવતો હોય છે. પરંતુ મહિલા પોલીસ પણ ફિલ્ડ વર્કમાં કરી શકે તેની સાબિતી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે આપી દીધી છે. એલસીબી પીઆઈ એચ પી ઝાલાની ટીમનાં એએસઆઇ જાગૃતિબા, પોલીસ કોન્સ્ટેબલ કુસુમબેન અને મિતલબા પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, સેક્ટર- 15 ફતેપુરામાં રહેતો લીસ્ટેડ બુટલેગર સુરેશજી જશુજી ઠાકોર મોટા પાયે વિદેશી દારુના વેચાણનો ધંધો કરે છે અને દારુનો જથ્થો ઘરમાં છૂપાવી રાખ્યો છે. જેનાં પગલે ઉક્ત મહિલા ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના માથાભારે બુટલેગરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો.

જો કે બુટલેગર સુરેશજી ઠાકોર ઘરે મળી આવ્યો ન હતો. પોલીસે ટીમે ચોક્ક્સ બાતમી હોવાથી તેના ઘરની તલાશી લીધી હતી. અને ઘરમાં છુપાવી રાખેલ 40 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. ત્યારે 17 હજારની કિંમતનો દારૂ ઝડપી લેનાર મહિલા ટીમની કામગીરીનાં જિલ્લા પોલીસમાં વખાણ થઈ રહ્યાં છે.

આ અંગે ડીવાયએસપી એમ કે રાણાનું કહેવું છે કે રેંજ આઇજી અભય ચુડાસમા, જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ખાસ તાકીદ કરી છે કે મહિલા પોલીસને પણ પુરુષ પોલીસ સમોવડી ગણીને કામગીરી કરવી. જેથી માત્ર લોકલ ક્રાઇમ બ્રાંચ જ નહી પરંતુ, ગાંધીનગરના અન્ય પોલીસ સ્ટેશન ખાતે પણ મહિલા સ્ટાફને ફિલ્ડમાં સક્રિય કામગીરી કરવી. આમ, ગાંધીનગર પોલીસે એક નોંધપાત્ર ઉદાહરણ પુરુ પાડયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો